સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરની પાન વાળનાર ઈયળ નું વ્યવસ્થાપન (આઇપીએમ) !
• ડાંગરમાં પાન વાળનાર ઇયળ (લીફ ફોલ્ડર)નો ઉપદ્રવ ઓગષ્ટના બીજા અઠવાડિયાથી શરુ કરી ઓક્ટોબર દરમ્યાન જોવા મળે છે.
• ઇયળ પાનની બે ધારોને જોડી દઇ ગોળ ભૂંગળી બનાવી અંદર રહી નુકસાન કરે છે.
• કેટલીક વાર પાનની ટોચ તેજ પાન સાથે જોડીને પણ ભૂંગળી બનાવતી પણ હોય છે.
• આવી ભૂંગળીને ખોલશો તો તમને ખૂબ જ ચપળ, પીળાશ પડતી લીલા રંગની અને પાતળી ઇયળ જોવા મળશે.
• નુકસાનથી પાન ઉપર પારદર્શક સફેદ ધાબા પડી જાય છે.
• વધુ ઉપદ્રવ વખતે પાન સફેદ થઇ સુકાઇ જતા હોય છે.
• આ ઇયળ મકાઇ, શેરડી અને જુવાર ઉપર પણ નુકસાન કરતી હોવાથી જો આપની ડાંગરની ક્યારી નજીક હોય તો ઉપદ્રવ વધી શકે છે.
• આ જીવાતની ઇંડાં, ઇયળ અને કોશેટા અવસ્થા પાન ઉપર જ પસાર કરતી હોય છે.
• ડાંગરનો પાક ન હોય તો આ જીવાત કેટલાક ઘાસ કે નિંદામણ ઉપર પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે.
• જે વિસ્તારમાં ચોમાસુ અને ઉનાળામાં પણ ડાંગરનો પાક લેવાય ત્યાં ઉપદ્રવ સવિશેષ રહે છે.
• વધુ પડતા નાયટ્રોજનયુક્ત ખાતરના વપરાશથી જીવાતનો ઉપદ્રવ વધે છે.
• આ જીવાતનો ઉપદ્રવ 5 થી 10% જેટલુ થાય ત્યારે દવાકીય પગલાં અવશ્ય ભરવા.
• ક્યારીના શેઢા-પાળા નિંદામમુક્ત રાખવા.
• ઉપદ્રવિત પાન ભૂંગળી સહિત તોડી લઇ નાશ કરતા રહેવું.
• કેટલાક ખેડૂતો ડાંગર ઉપર લાબુ દોરડુ ફેરવીને પણ આવી ભૂંગળીઓને પાડી દેતા હોય છે.
• ઉપદ્રવની શરુઆતે બ્યુવેરિયા અથવા વર્ટીસીલીયમ, ફૂગ આધારિત પાવડર એક કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો.
• જો દવાનો છંટકાવ અનૂંકુળ ન હોય તો દાણાદાર દવા જેવી કે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જીઆર 10 કિ.ગ્રા. અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪% જીઆર ૧૮ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે ક્યારી આપવી.
• દાણાદાર દવા આપ્યા પછી ક્યારીમાંથી પાણી નિતારવું નહિ.
• જો દવાનો છંટકાવ કરવા માંગતા હો તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી ૩ મિલિ અથવા ક્લોરોપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી ૧૦ મિલિ અથવા લેમબ્ડા સાયહેલોથ્રિન 5 ઇસી 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
• કરોળિયા, ડ્રેગનફ્લાય (વાણિયો), કેટલીક જાતની ભમરી અને દેડકા આ જીવાતના દુશ્મનો ગણાય.
• આ દવાના છંટકાવથી ડાંગરમાં જો ગાભમારાની ઇયળનો ઉપદ્રવ હશે તો તે પણ કાબૂમાં આવશે.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.