AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરની કાપણી પદ્ધતિને બદલો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરની કાપણી પદ્ધતિને બદલો !
👉🏻 મોટે ભાગે ખેડૂતો ડાંગરની કાપણી એક તરફથી લાગ લગાટ કરતા હોય છે. આમ કરવાથી પાકમાં રહેલા કુદરતી પરભક્ષી કિટકો અને ખાસ કરીને કરોળિયા પણ ખેતરમાંથી બહાર નીકળી જતા હોય છે. 👉🏻 આવા પરભક્ષીઓને ખેતરમાં જ સાચવી રાખવા માટે પટ્ટા પધ્ધતિથી કાપણી કરવી એટલે કે ૨ કે ૩ મીટરનો પટ્ટો કાપવો અને તેટલો જ પટ્ટો છોડી દઇ આગળ ઉપરનો પટ્ટો કાપવો. છેલ્લે બાકીના વધેલા પટ્ટાઓ કાપવા. 👉🏻 વધુમાં જેમ બને તેમ જેટલુ શક્ય હોય તેટલું કાપણી જમીન નજીકથી કરવી કારણ કે તેના જડિયામાં ગાભમારાની ઇયળો સંતાઇ રહેતી હોય છે. અથવા તો કાપણી પછી તરત જ ક્યારી ખેડી નાંખી જડિયાં ખેતરમાંથી દૂર કરવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
7
3