એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના કંટીના ચૂસિયાં વિષે જાણો !
આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ”તરીકે ઓળખાય છે. તેના બચ્‍ચાં તથા પુખ્‍ત કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. છાંયાવાળા વિસ્‍તારમાં તેની વસ્‍તી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉપદ્રવની શરુઆતે ઇમિડાક્લોપ્રિડ ૬% + લેમડા સાયહેલોથ્રિન ૪% એસએલ દવા ૬ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
4
અન્ય લેખો