એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના આવતા રોગો સામે કરો બીજ માવજત !
👉 ડાંગરમાં પાનના ભૂખરા અથવા બદામી ટપકાનો રોગ (બેક્ટેરીયલ લીફ બ્લાઇટ), કરમોડી/ ખડખડીયો (બ્લાસ્ટ), કંઠીનો રોગ, ગલત અંગારિયો વિગેરે રોગો આવતા હોય છે.
👉 આવા રોગો મોટેભાગે બીજ થી ફેલાતા હોય છે. માટે જ રોગમુક્ત ડાંગરની ક્યારીમાંથી બીજ પસંદ કરવા.
👉 જો ધરુવાડિયું કરતી વખતે બીજની માવજત આપી હોય તો આવા રોગોની તીવ્રતા ઘટાડી શકાય છે.
👉 ધરુવાડિયું તૈયાર કરતી વખતે ડાંગરના બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીનના ૪૦ પીપીએમના દ્રાવણમાં ૧૨ કલાક બીજને બોળી રાખી પછી વાવવા.
👉 ડાંગરના બીજને કાર્બેન્ડાઝીમ ૫૦ ડબલ્યુપી અથવા થાયરમ ૭૫ ડબલ્યુએસ અથવા કેપ્ટાન ૭૫ ડબલ્યુએસ અથવા ટ્રાયસાયક્લોઝોલ ૭૫ ડબલ્યુપી ૨ થી ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે માવજત આપવી. ફક્ત ૫૨૦ સે.ગ્રે. ગરમ પાણીમાં બીજને ૧૦ મિનિટ સુધી બોળી રાખવાથી પણ આ રોગો સામે ડાંગર ટક્કર ઝીલી શકે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.