ડસ્કી કોટન બગ (રુપલાં) ભીંડાના પાકમાં !!!!!! 
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડસ્કી કોટન બગ (રુપલાં) ભીંડાના પાકમાં !!!!!! 
ભીંડાના ખેતરની આજુબાજુના ખેતરમાં આપે કપાસનો પાક લીધો હોય અને ખેતરની વાડ કે તેની નજીક કપાસના કેટલાક અડાઉ છોડ હજું પણ પડી રહ્યા હોય તો તેવા સંજોગોમાં આ ડસ્કી કોટન બગ્સ કે જેને ખેડૂતો રુપલાના નામે ઓળખે છે ભીંડાના છોડ ઉપર દેખા દે છે. વધુમાં, ભીંડા અને કપાસ એક જ કૂંળની વનસ્પતિ હોવાથી આવા ચૂસિયાં હોઇ શકે છે. આ જીવાત કોઇ આર્થિક દ્રષ્ટિએ નુકસાનકારક ગણાતી નથી. આવા બગ્સ દેખાય કે તો તેના માટે કોઇ દવાનો છંટકાવ સત્વરે જરુર હોતો નથી. આમ પણ ભીંડાના પાકમાં આવતી જીવાત સામે ખેડૂતો દવાઓનો છંટકાવ કરતા જ હોય છે અને આવી દવાઓથી આ રુપલાનો પણ નિયંત્રણ થઇ જતું હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
7
અન્ય લેખો