ઠંડી+કમોસમી માવઠું પાકમાં કરી શકે છે ભારે નુકશાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઠંડી+કમોસમી માવઠું પાકમાં કરી શકે છે ભારે નુકશાન
🙏નમસ્કાર ખેડૂતભાઈઓ ગુજરાતના આગામી ૩ દિવસ વરસાદની શકતા હોવાથી પાકની ખાસ માવજત રાખવી ખુબ જરૂરી છે.હાલ કોઈપણ પાકમાં પિયત કરવું નહી.આ કમોસમી વરસાદ ને કારણે જીરું,બટાકા, અને ચણા ના પાકોમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળશે. ૧) જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો બટાકાના પાકમા કાળા ચાઠા નો રોગ જોવા મળશે.બટાટાના કંદ કે છાલ ઉપર કાળાં, ગોળાકાર અથવા તારાના આકારનાં ચાઠાં જોવા મળે છે. .આ રોગ બીજ-જન્ય છે.તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો વાવેતર વખતે બીજ માવજત કરવી.ત્યારબાદ ૩૦ થી ૫૦ દિવસ વચ્ચે ૨ વાર કુપર-૧ @ ૫૦૦ ગ્રામ/એકર અને સાથે સ્ટ્રેપટોસાયક્લીન @ ૫૦ ગ્રામ/એકર મુજબ જમીનમાં આપવું.બોરોન ૨૦% ૧ કિલો/એકર મુજબ આપવું. ૨)ચણા ના પાકમાં સ્ટંટ વાયરસ . આ રોગ વિષાણું થી થાય છે. જે મોલો અને સફેદ માખી ચુસીયા જીવાત થી ફેલાય છે.ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે.પાન તાંબાવર્ણ અને જાડા થી જાય છે.ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. અને અંતે છોડ નબળો પડવાથી સુકારાનો ભોગ બને છે.જો આના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો એગ્લોરો (ક્લોરો પાયરીફોસ ૫૦%) ૩૫ મિલી, વૃદ્ધિ વિકાસ વધારવા માટે પ્યોર કેલ્પ @ ૫૦ મિલી અને સાથે મેંટો (ઈમીડાક્લોપ્રીડ ૭૦ %) ૭ ગ્રામ/૧૫ લીટર મુજબ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય. ૩)જીરુંના પાકમાં વધુ પડતા ઝાકળના કારણે ફુગ લાગવાની શકતા રહે છે.તો તેના માટે મેન્ડોઝ (કાર્બેન્ડેઝીમ + મેન્કોઝેબ) @ ૩૫ ગ્રામ અને સાથે સ્ટીકર @ ૫ ગ્રામ/૧૫ લીટર મુજબ આપવું.
23
3
અન્ય લેખો