AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેનિંગ અને રોકાણ વગર જ શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક કમાણી !
કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
ટ્રેનિંગ અને રોકાણ વગર જ શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક કમાણી !
જો તમે પણ કોઈ આવક મેળવવા માટે ધંધો કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે અમે તમને એવા 5 ઉદ્યોગો વિશે જણાવીશું જેના દ્વારા તમે બંપર કમાણી મેળવી શકો છો અને સૌથી મહત્વની વાત એ છે કે, આ માટે તમારે કોઈ વિશેષ તાલીમ લેવાની પણ જરૂર નથી. આ સિવાય આ તમામ ધંધા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ફુલોની ખેતી ફુલોની ડિમાન્ડ ઘણી વધારે હોય છે. તમે ક્યાંય પણ લીઝ પર થોડી જમીન લઈને ફુલોની ખેતી કરી શકો છો. અનેક ઓનલાઇન વેબસાઇટ્સ સાથે સંપર્ક કરી તમે પોતાના ફુલ સીધા વેચી શકો છો. સૂરજમુખી, ગુલાબ, ગલગોટાની ખેતી ખૂબ ફાયદારૂપ છે. મધનો વેપાર મધ મેળવવા માટે મધમાખીઓના પાલનનો બિઝનેસ વર્ષો જૂનો છે પરંતુ સમયની સાથે હવે તેણે પ્રોફેશનલ રૂપ લઈ લીધું છે. તમે એકથી દોઢ લાખમાં થોડા સાધનોની સાથે આ કામ શરૂ કરી શકો છો. હા તેના માટે આપને ટ્રેનિંગની જરૂર પડશે. પરંતુ આ કામ પણ આપને મોટો નફો આપશે. શાકભાજીની કરો ખેતી પરંપરાગત રીતે ઘઉં-ચોખાની ખેતી કરવી દરેકના હાથની વાત નથી. પરંતુ નાની જમીનના ટુકડામાં કે ઘેરાબંદી કરી શાકભાજીની ખેતી આપને માલામાલ કરી શકે છે. મરચાં, કોબીજ, ટમેટા જેવા શાકભાજી તમારું ખિસ્સું ભરી શકે છે. વૃક્ષોથી પણ કરી શકો છો કમાણી જો તમારી પાસે એક કે બે વીઘાની પણ ખેતી છે તો તમે તેમાં શીશમ જેવા અગત્યનના વૃક્ષો ઉગાડી શકો છો. વ્યવસ્થાત્મક રીતે કરવામાં આવેલી ખેતીથી 8-10 વર્ષ બાદ તે આપને કરોડપતિ બનાવી શકે છે. ધ્યાન રહે કે 40 હજારની કિંમતનું એક ઠીક ઠાક શીશમનું ઝાડ વેચાઈ જ જાય છે. દૂધનો વેપાર : સૌથી વધુ કમાણી આપવામાં પહેલા નંબરે દૂધનો કારોબાર આવે છે. આપને એક સારી ગાય 30 હજાર સુધીની કિંમતમાં અને એક ઠીક ઠા ભેંસ 50-60 હજારમાં મળી શકે છે. તમે એક કે બે પશુઓની સાથે પોતાનો કારોબાર શરૂ કરી શકો છો. ધ્યાન રહે, દૂધનો કારોબાર સ્વર્ણિક છે. તમે કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી શકો છો કે પછી લોકલ સ્તર પર દૂધ વેચનારા લોકોનો પણ સંપર્ક સાધી શકો છો. સંદર્ભ : વ્યાપાર સમાચાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
81
22