ટ્રેક્ટર એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટ્રેક્ટર માં ડીઝલ બચત કરવાની ખાસ રીત !
🚜 વાવણીની સીઝન આવતાની સાથે જ ટ્રેકટરોનો ઉપયોગ ખૂબ જ રહેશે. આજના સમયમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી ખેડૂતો તેના સાથી ટ્રેક્ટર માં ડીઝલ નો ઓછો વ્યય થાય તે માટે બચતનાં પગલાં લેવાય તે જરૂરી છે. આજે અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ડીઝલ પરના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો કરી શકો છો. 🚜 ટ્રેક્ટર પાર્ટ્સની સમયસાર સંપૂર્ણ સંભાળ : નિષ્ણાતો માને છે કે જો વાહનોને સમય સમય પર યોગ્ય રીતે જાળવવામાં આવે, સાફ કરવામાં આવે અને સર્વિસ કરવામાં આવે તો તે તેની કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ટ્રેક્ટરની યોગ્ય જાળવણી એન્જિન પરનો ભાર ઘટાડે છે અને ડીઝલનો વપરાશ ઘટાડે છે. 🚜 લિકેજ બંધ કરો : સામાન્ય રીતે, ટ્રેક્ટરોમાં, એક સમય પછી લિકેજની સમસ્યા શરૂ થાય છે, નવા ટ્રેક્ટરમાં પણ લિકેજની સમસ્યા થઈ શકે છે. ખેડૂત ભાઈઓ આને ઘણીવાર નાની બાબત તરીકે લે છે અને તેના પર ધ્યાન આપતા નથી. જ્યારે નિષ્ણાંતોના મત મુજબ, જો પ્રતિ સેકંડ એક ટીપું લીકેજ થાય છે વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે. 🚜 ઉપયોગમાં ન હોય ત્યારે એન્જિન બંધ કરો ખેડૂત ભાઈઓ સામાન્ય રીતે ઉપયોગમાં ન હોય ત્યારે પણ એન્જિન ચાલુ રાખે છે, તેથી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ અને એર ફિલ્ટર્સને નુકસાન થાય છે અને ડીઝલનો વપરાશ વધે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
2
અન્ય લેખો