AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેક્ટર ડીઝલથી નહીં પણ હવે બેટરીથી ચાલશે
કૃષિ વાર્તાAgrostar
ટ્રેક્ટર ડીઝલથી નહીં પણ હવે બેટરીથી ચાલશે
ખેતરમાં ખેડાણ માટે નાના અને સીમાંત ખેડુતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ટ્રેક્ટર ને લઈને, તો ક્યારેક ડીઝલ ને લઈને. હાલના સમયમાં ડીઝલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ડીઝલના ખર્ચ થી ખેડુતો ખૂબ જ ચિંતિત છે. કારણ કે ખેતરોમાં કામ કરતી વખતે ટ્રેક્ટરમાં ઘણું ડીઝલ બળી જાય છે, જેના કારણે ખેડુતોનો ખર્ચ ખૂબ વધી જાય છે અને બચત ઘણી ઓછી થાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ટ્રેક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઓછી કિંમતે ખરીદી શકો છો અને ડીઝલ વિના ડ્રાઇવિંગ કરી શકો છો._x000D_ જી હા, ભારતમાં એક એવું ટ્રેક્ટર આવી ગયું છે જે ડીઝલથી નહીં પણ બેટરીથી ચાલે છે અને તેમાં ડીઝલ ની જરાય જરૂર રહેતી નથી કારણ કે તેમાં ડીઝલ માટેની કોઈ ટાંકી જ નથી. આ ટ્રેક્ટર આગામી સમયમાં ખેડૂતો માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ ટ્રેક્ટરની સૌથી વિશેષ બાબત એ છે કે આ ટ્રેક્ટર અન્ય ટ્રેકટરોની જેમ સંપૂર્ણ શક્તિશાળી છે અને ખેતરના તમામ કાર્યો કરવામાં સક્ષમ છે._x000D_ તમારી માહિતી માટે અમે જણાવી દઈએ કે આ ટ્રેક્ટર કંપનીનું નામ સુકૂન સોલ્યુશન્સ પ્રા.લિ. છે અને આ ટ્રેક્ટરનું નામ સુકુન રાખવામાં આવ્યું છે. તે એક મીની ટ્રેક્ટર છે અને તેની એક સૌથી મોટી વિશેષતા એ છે કે આનાથી બિલકુલ પ્રદૂષણ થતું નથી. જેમ કે તમે બધા જાણો છો કે આપણા દેશમાં પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ડીઝલ અને પેટ્રોલ વાહનોથી ઘણું પ્રદૂષણ થાય છે પરંતુ આ બેટરીથી ચાલતા ટ્રેક્ટરથી કોઈ પ્રદૂષણ નહીં થાય._x000D_ આ મીની ટ્રેકટર બજારમાં આવતા 20 હોર્સપાવર ટ્રેકટર જેટલું જ શક્તિશાળી છે અને ખેડુતો તેમના કૃષિ કાર્ય અનુસાર તેમાં બેટરી લગાવી શકે છે. આ ટ્રેક્ટરમાં એક મોટું મોડેલ પણ ઉપલબ્ધ છે જે 50 હોર્સપાવર ટ્રેક્ટર જેટલું શક્તિશાળી છે. _x000D_ _x000D_ સંદર્ભ - Agrostar, 6 માર્ચ 2020_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
1803
0
અન્ય લેખો