AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેક્ટર ખરીદી પર 50% ની સબસીડી, જાણો અને લાભ ઉઠાવો !
યોજના અને સબસીડીGSTV
ટ્રેક્ટર ખરીદી પર 50% ની સબસીડી, જાણો અને લાભ ઉઠાવો !
સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક મદદ કરવા માટે ઘણી યોજનાઓ લાવી રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા જમા થાય છે. ખેડૂતોને ખેતી માટે પણ અનેક પ્રકારના મશીનોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપી રહી છે. આ સબસિડી ‘પીએમ કિસાન ટ્રેક્ટર યોજના’ હેઠળ આપવામાં આવી રહી છે. તમને આ યોજના વિશે વિગતવાર જણાવીએ. 🚜 ખેડૂતોની મદદ માટે સરકારી યોજના: ખરેખર, ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર ખૂબ મહત્વનું છે. પરંતુ દેશમાં ઘણા ખેડૂતો એવા છે જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમની પાસે ટ્રેક્ટર નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તેમને ટ્રેક્ટર ભાડે લેવા પડે છે અથવા બળદનો ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં સરકાર ખેડૂતોની મદદ માટે આ યોજના લાવી છે. PM કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana Benefits) હેઠળ ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપવામાં આવશે. 🚜 50 ટકા સબસિડી મળશે: કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી (PM Kisan Tractor Yojana)પૂરી પાડે છે. આ અંતર્ગત ખેડૂતો કોઈપણ કંપનીના ટ્રેક્ટર અડધા ભાવે ખરીદી શકે છે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડી તરીકે આપે છે. આ ઉપરાંત, ઘણી રાજ્ય સરકારો ખેડૂતોને તેમના પોતાના સ્તરે ટ્રેક્ટર પર 20 થી 50% ની સબસિડી પણ આપે છે. 🚜 આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવશો? તમને જણાવી દઈએ કે આ સબસિડી સરકાર દ્વારા માત્ર 1 ટ્રેક્ટરની ખરીદી પર આપવામાં આવશે. જો તમે પણ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો ખેડૂત પાસે આ માટે જરૂરી ડોક્યુમેનટ્સ તરીકે આધાર કાર્ડ, જમીનના પેપર્સ, બેંક ડિટેલ્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો હોવા જોઈએ. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
65
31