AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રાયકોગ્રામાં ભમરીનું જીવન ચક્ર અને અગત્યતા
કીટ જીવન ચક્રappliedbionomics.com
ટ્રાયકોગ્રામાં ભમરીનું જીવન ચક્ર અને અગત્યતા
• ટ્રાયકોગ્રામા એક પરજીવી કિટક છે. • આ ભમરી પાકને નુકસાન કરતી વિવિધ ઇયળોના ફૂંદા-પતંગિયાએ મૂંકેલ ઇંડામાં પોતાનું ઈંડું મૂંકી તેમનું પરજીવીકરણ કરે છે. • આ ભમરીનો જૈવિક નિયંત્રણમાં ખૂબ મોટો ફાળો છે. • આવા પરજીવીકરણ થયેલ જીવાતના ઇંડા કાળા પડી નાશ પામે છે. એટેલે કે તેવા ઇંડામાંથી ઇયળ નીકળતી નથી. • એક ટ્રાયકોગ્રામાં ભમરી લગભગ ૫૦ જેટલા ઈંડાનું પરજીવીકરણ કરી શકે છે.
જીવન ચક્ર: • ટ્રાઇકોગ્રામા પરોપજીવી જીવાત ચાર તબક્કાઓમાંથી પસાર થાય છે. ઇંડા (1 દિવસ), ઈયળ (3 દિવસ), કોસેટા (4 થી 6 દિવસ) અને વયસ્ક ભમરી (૬ થી ૧૪ દિવસ)નું હોય છે. • ટ્રાયકોગ્રામાં નું સંપૂર્ણ જીવન ૧૫ થી ૨૦ દિવસ માં પૂર્ણ થાય છે. ફાયદા: • ટ્રાયકોગ્રામાં ભમરી ઈંડા પાક ઉપર મૂંકાયેલ ઇંડા શોધી-શોધી તેમનો નાશ કરે છે. જેથી પાકને નુકસાન કરતી જીવાતોનો ઉપદ્રવ ઘટે છે અને સાથે સાથે રાસાયણિક દવાઓનો છંટકાવ ઘટવાથી પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે. • આ ભમરી પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે, જે ‘ટ્રાયકોકાર્ડ “ ના નામે વેચાતા મળતા હોય છે. • પાકની અવધિ દરમ્યાન ૫ થી ૬ વખત આ ભમરી ખેતરમાં છોડવાની ભલામણ છે. • એક વાર છોડવા માટે દોઢ લાખ જેટલી ભમરીની જરુરિયાત રહે છે. • ટ્રાયકોગ્રામાં ભમરીના ઉપયોગ કરવાથી દવાકીય ખર્ચ ઘટે છે • અત્યંત નજીવી ખર્ચ આ અપનાવી શકાય છે. • ટ્રાયકોગ્રામા માનવ જીવન માટે કે પર્યાવરણ્ને હાનીકારક નથી. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી ઓફ એક્સીલેન્સ આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
36
0