ટેકનોલોજી નો ચમત્કાર ! 10 વીઘામાંથી 50 વીઘા જેટલું ઉત્પાદન !
નઈ ખેતી, નયા કિસાનGSTV
ટેકનોલોજી નો ચમત્કાર ! 10 વીઘામાંથી 50 વીઘા જેટલું ઉત્પાદન !
👉 ખેતરમાં પાક લેવો છે પરંતુ પાણીની કાયમી સુવિધા નથી તેવી ફરિયાદો ઘણાં ખેડૂતો કરી રહ્યાં છે પરંતુ હવે તેમનો આ પ્રશ્ન સોલ્વ થઇ શક્યો છે. પાણીની કાયમી સુવિધા નથી તેવા વિસ્તારો રાજસ્થાન પછી ગુજરાતમાં પણ વધતા ગયા છે અને ખેડૂતોએ નવી પદ્ધતિ અપનાવવાનું શરૃ કર્યું છે. આ ખેતરમાં કેનાલના પાણી પહોંચતા નથી. બોરવેલ ફેઇલ જાય છે. પાણીના કાયમી સ્ત્રોત નથી છતાં મબલખ ખેતીવાડી થાય છે. અનેક ખેડૂતોએ ઇઝરાયલ જેવી ખેતી કરીને કમાલ કરી 👉 રાજસ્થાનના ખેડૂતોની સફળ ખેતીવાડી જોઇ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણાના ખેડૂતોએ પણ આ પદ્ધતિ અપનાવી છે આશ્ચર્ય સાથે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણાના ખેડૂતોએ ખેતી કરી બતાવી છે. જે ખેડૂત ૫૦ વીઘા જમીનમાં કમાઇ ન શકે તેટલું ૧૦ વીઘા જમીનમાં કમાઇ શકે છે. ગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોએ આ ટેકનોલોજીથી ખેતી કરવાનું શરૃ કર્યું 👉 રાજસ્થાનના રણમાં જ્યાં રેતીના ટેકરા હતા ત્યાં ખેડૂતોએ ફળદ્રુપ ખેતી શરૃ કરી છે. ખેમારામ નામના એક ખેડૂત પાસે બનાસકાંઠાના કેટલાક ખેડૂતો ગયા હતા. કચ્છના રણની રેતી પર ખેતી કરવા માટે ઉત્સુક એવા આ ખેડૂતોએ તે ટેકનોલોજીનો પ્રયોગ શરુ કર્યો અને જોતજોતામાં ગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોએ આ ટેકનોલોજીથી ખેતી કરવાનું શરૃ કર્યું છે. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
10
અન્ય લેખો