AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટુ-વ્હીલર ખરીદતાં ₹20,000 સબસિડી મળશે? જાણો સરકાર નો પ્લાન !
યોજના અને સબસીડીન્યુઝ 18 ગુજરાતી
ટુ-વ્હીલર ખરીદતાં ₹20,000 સબસિડી મળશે? જાણો સરકાર નો પ્લાન !
🛵જાહેરાત પ્રમાણએ દ્વીચક્રી વાહન માટે મહત્તમ રૂ. 20,000, 🛺 થ્રી વ્હીલર એટલે કે રિક્ષા જેવા વાહનો માટે રૂ. 50,000 અને ફોર વ્હીલર 🚙 એટલે કે મોટરકાર માટે રૂ. 1,50,000 સુધીની સબસિડી સરકાર ચૂકવશે. ➡️ ગુજરાત સરકારે આજે આગામી ચાર વર્ષ માટે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી જાહેર કરી છે. આ અંગે મુખ્યમંત્રી એ પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને આ અંગેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના દાવા પ્રમાણે વાહનો પર સબસિડીની જાહેરાત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ સાથે જ સરકાર તરફથી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 500 જેટલા ચાર્જિંગ પોઇન્ટ્સ પણ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ➡️ મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે 500 પૈકી 250 ચાર્જિંક પોઇન્ટ્સને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ટુ, થ્રી અને ફોર વ્હીલર માટે અલગ અલગ સબસિડીની રકમની પણ જાહેરાત કરી છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીએ કયા વાહનોને કેટલી મહત્તમ સબસિડી મળવાપાત્ર છે તેની વિગતે વાત કરી હતી. ➡️ કયા વાહન માટે કેટલી સબસિડી?: સરકારની જાહેરાત પ્રમાણએ દ્વીચક્રી વાહન માટે મહત્તમ રૂ. 20,000, થ્રી વ્હીલર એટલે કે રિક્ષા જેવા વાહનો માટે રૂ. 50,000 અને ફોર વ્હીલર એટલે કે મોટરકાર માટે રૂ. 1,50,000 સુધીની સબસિડી સરકાર ચૂકવશે. સરકારની જાહેરાત પ્રમાણે આ સબસિડી વાહનની ક્ષમતા એટલે કે કિલો વોટ પ્રમાણે ચૂકવવામાં આવશે. ➡️ સરળ ભાષામાં સમજીએ તો જો સરકાર એવું નક્કી કરે કે ત્રણ કિલોવોટ માટે મહત્તમ 20,000 સબસિડી મળશે તો તેનાથી ઓછી ક્ષમતાના વાહનોનો ઓછી સબસિડી મળશે. જ્યારે કુલ ક્ષમતાનું બાઇક ખરીદવા પર પૂરેપૂરી સબસિટી મળશે. સરકારે જાહેર કરેલી રકમ મહત્તમ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
14
અન્ય લેખો