AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટીમાં પાનકોરિયા અને રસ ચૂસનાર ફૂદાંથી થતું નુકસાન કેવી રીતે નક્કી કરશો ?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટીમાં પાનકોરિયા અને રસ ચૂસનાર ફૂદાંથી થતું નુકસાન કેવી રીતે નક્કી કરશો ?
🍅 ટામેટીમાં એક નવું પાનકોરિયું (લીફ માઇનર- ટ્યુટા) છેલ્લા કેટલાક વર્ષોથી નુકસાન વધતું જાય છે. 🍅 સાથે સાથે લિમ્બું વર્ગના ફળપાકમાં રસ ચૂંસતા ફૂંદા પણ ટામેટીના ફળમાંથી રસ ચૂંસીને નુકસાન કરતા જોવા મળ્યા છે. 🍅 આ બન્ને જીવાત નુકસાનના ચિન્હો એક દમ મળતા આવતા હોવાથી ખેડૂતો ઓળખવામાં થાપ ખાઇ જતા અપનાવેલ નિયંત્રણના પ્રયત્નો નિષ્ફળ પણ નિવડે. 🍅 આ નવા પાન કોરિયાથી પાન ઉપર થતું નુકસાન આસાનીથી ઓળખાઇ જાય જ્યારે તેનું ફળ ઉપર થયેલ નુકસાન પાન કોરિયાથી કે રસ ચૂંસનાર ફૂંદાથી, તેના માટે માહિતી અને અનૂભવ જરુર પડે. 🍅 નવું પાન કોરિયું ટામેટાના ફળ ઉપર ટાંકણીથી કાણાં પાડ્યા હોય તેવા કાણાં પાડી અંદર દાખલ થઇ ફળને નુકસાન કરે છે એટલે કે ટાંકણીથી કાણાં પાડિયે તેવા દેખાય એટલે જ આને પીન વર્મ તરીકે પણ ઓળખાય છે. 🍅 રસ ચૂંસનાર ફૂંદું પણ આ જ રીતે ફળ ઉપર કાણાં પાડી રસ ચૂંસે પણ તેના કાણાં થોડા મોટાં હોય છે. 🍅 રસ ચૂંસનાર ફૂંદું ફળ ઉપર મોટેભાગે એક જ કાણૂં પાડે જ્યારે પાન કોરિયું એક કરતા વધારે. 🍅 પાન કોરિયાના નુકસાનથી ફળનો આકાર સહેજ બેડોળ થાય જ્યારે રસ ચૂંસનાર ફૂદાથી આ ફેરફાર ભાગ્યે જ જોવા મળે. 🍅 આ નવું પાનકોરિયું મોટે ભાગે ફળના ડીંટાની નજીકથી દાખલ થઇને ફળનો ગર્ભ કોરી ખાય જ્યારે રસ ચૂંસનાર ફૂંદુ ફળ ઉપર ગમે ત્યાં કાણાં પાડી રસ ચૂંસે છે. 🍅 રસ ચૂંસનાર ફૂંદાથી પડેલ કાણાંની આજુબાજુ પાણી-પોચો સહેજ સફેદ ડાઘો ઉપસી આવે જે પાન કોરિયાથી પડેલ કાણાંની આજુબાજુ જોવા નહિ મળે. 🍅 રાત્રે બેટરી (ટોર્ચ) લઇને ખેતરમાં તપાસ કરતા કેટલાક રસ ચૂંસનાર ફૂંદા ચોક્કસ છોડ પર દેખાશે. 🍅 બન્ને જીવાતથી પડેલ કાણાં દ્વારા સૂંક્ષ્મ જીવાણૂંઓ દાખલ થવાથી ફળમાં કહોવારો લાગે છે. 🍅 નવું પાન કોરિયું મોટેભાગે ટામેટા લીલા એટલે કે કાચા હોય ત્યારે જ નુકસાન કરે જ્યારે રસ ચૂંસનાર ફુદું ટામેટા પરિપક્વ થવા આવ્યે ત્યારે નુકસાન કરે. 🍅 નવા પાનકોરિયાથી પડેલ કાણાંની આજુબાજુ તેની હઘારનો પાવડર જોવા મળે જ્યારે રસ ચૂંસનાર ફૂંદાથી પડેલ કાણાં એકદમ ચોખ્ખા હોય. 🍅 પાન કોરિયાથી નુકસાન નક્કી થાય તો તેના નિયંત્રણ માટે સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 ઓડી 25 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 🍅 જો નુકસાન રસ ચૂંસનાર ફૂંદાથી તય થાય તો તેના માટે એગ્લોરો (ક્લોરપાયરિફોર્સ 20% EC) 20 મિલી પ્રતિ 15 લીટર પાણી મુજબ છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો