ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટીની ફળ-છેદક ઇયળનો કરો નાશ !
🍅ટામેટીના ખેતરની આજુબાજુ જો હજારી ગોટા એક પિંજર પાક તરીકે ન કર્યા હોય તો આ ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે.
🍅જે ટામેટાના ફળને કોરી ખાતા ટામેટા વેચાણ કે ખાવાલાયક રહેતા નથી.
🍅એક ઇયળ તેના જીવનકાળ દરમ્યાન એક કરતા વધારે ફળને નુકસાન કરી શકે છે.
🍅ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 5 મિલિ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫૦% એસસી 25 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.