ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા માં સારો વિકાસ મેળવો સાથે ઈયળ નો કરો ખાત્મો !
ટામેટા ના સારા વિકાસ માટે જમીન ના ચકાસણી ના આધારે ખાતર નો ઉપયોગ કરવો જરૂરી છે,જેથી ખાતર ખર્ચ ઘટાડી શકાય. પાકને ઝડપી વિકાસ માટે દ્રાવ્ય ખાતર 19:19:19 @75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. જો તમે પાક ડ્રિપ માં કર્યો હોય તો આ જ દ્રાવ્ય ખાતર @3 કિલો પ્રતિ એકર મુજબ આપવું. હવે જયારે પાક ફૂલ અવસ્થાએ આવે છે ત્યારે 13:00:45 @ 75 ગ્રામ + સૂક્ષ્મ પોષકતત્વો @15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. આ વાત તો થઇ પાક પોષણ ની હવે આપણે જાણીશું પાક ઉત્પાદન પર સીધી જ અસર કરતી ફળ કોરી ખાનાર ઈયળ વિષે. • હેક્ટરે 40 જેટલા ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા. • બ્યુવેરિયા બેઝીઆના, ફૂગ આધારિત દવા 40 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. • ઉપદ્રવ વધતો જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ 20 ડબલ્યુજી 2.5 ગ્રામ અથવા નોવાલ્યુરોન 10 ઇસી 15 મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવો. • છંટકાવ અને વિણી વચ્ચે ભલામણ દિવસોનો ગાળો સાચવવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
8
અન્ય લેખો