AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટા માં કૃમિ (નેમેટોડ)નો પ્રશ્ન છે? તો કરો આ ઉપાય !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા માં કૃમિ (નેમેટોડ)નો પ્રશ્ન છે? તો કરો આ ઉપાય !
👉 જમીનમાં રહેતા કૃમિ ટામેટાના મૂળને નુકસાન કરે છે અને મૂળ ઉપર નાની નાની ગાંઠો ઉપસી આવે છે. 👉 આવી ગાંઠો સહેલાઇ મૂળ ઉપરથી કાઢી શકાતી નથી. 👉 કૃમિને લીધે છોડનો વિકાસ થતો નથી અને ઠીંગણો રહે છે અને પીળો પડી સુકાઇ જતો હોય છે. 👉 ટામેટી રોપતા પહેલા લીમડાનો ખોળ આપેલ હોય તેવા ખેતરમાં કૃમિનો ઉપદ્રવ ઓછો રહે છે. 👉 કૃમિના નિયંત્રણ માટે તાજેતરમાં દવા ઉપલબ્ધ થઇ છે જેનું જમીનમાં છોડની આજુબાજુ ડ્રેંચીગ કરવું. 👉 ફ્લોપાયરમ ૩૪.૪૮ એસસી દવા ૧.૨ મિલિ દવા પ્રતિ લીટર પાણીમાં ભેળવી છોડની આજુબાજુ જમીનમાં દરેડવી (ડ્ર્રેંચીંગ). 👉 એક એકરના વિસ્તાર માટે લગભગ ૪૦૦ લી પાણીની જરુર પડશે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
5
0
અન્ય લેખો