એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટામાં નુકસાન કરતી લીલી ઇયળ માટે કઇ દવા છાંટશો?
👉 ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૫ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી 3 મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 દર છંટકાવે દવા બદલવાનો આગ્રહ રાખવો.
👉 એકરે ઓછામાં ઓછા ૧૦ પંપ જાય તે પ્રમાણે છંટકાવ કરવો.
👉 હંમેશા ડ્યુરોમિસ્ટ નોઝલનો જ ઉપયોગ કરવાથી છંટકાવ વ્યવસ્થિત થાય છે.
👉 દવા સીધી જ પંપમાં ન નાંખતા અલગ ડોલમાં ઘોળ બનાવીને જ પંપમાં ઉમેરીને બાકીનું ચોખ્ખું પાણી ઉમેરી પંપ ભરવો.
👉 જો વીણી ચાલતી હોય તો ભારે વિણી કર્યા પછી જ છંટકાવ કરવો.
👉 આ નાની પણ મોટી વાત કેવી લાગી નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવશો !
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.