AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટાના પાક પાન કોક્ડવા વાયરસ અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટાના પાક પાન કોક્ડવા વાયરસ અને નિયંત્રણ
👉રોગગ્રસ્ત છોડમાં પાંદડાં આછા લીલા અને નાના થઈ જાય છે, અને કોકડાઈ જવાના કારણે તે મુરઝાઈ જાય છે. રોગના કારણે થડની આંતરગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે, જેના કારણે છોડના વિકાસ પર અસર થાય છે અને તે વામણું રહી જાય છે. આ રોગની શરૂઆત થતાં જ જો રોગગ્રસ્ત છોડ દેખાય, તો તેને તરત જ ઉપાડી નાશ કરવો જોઈએ. 👉આ રોગનો ફેલાવો મુખ્યત્વે સફેદમાખી દ્વારા થાય છે, જે રોગને વધુ પ્રસરતું અટકાવવા માટે અસરકારક રીતે નિયંત્રણમાં લાવવી જરૂરી છે. સફેદમાખી નિયંત્રણ માટે નીચે મુજબની દવાઓનો ઉપયોગ કરી શકાય છે: મેડ્રિડ (એસીટામીપ્રીડ 20% એસપી) 12 ગ્રામ પ્રતિ પંપ, અથવા એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 5% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 25 મી.લી. પ્રતિ પંપ, અથવા એગ્રોસ્ટાર સિકંદર (સ્પાઇરોમેસિફેન 22.9% એસસી) 15 મી.લી. પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉આ રીતે યોગ્ય કાળજી અને સમયસર નિયંત્રણ દ્વારા રોગના ફેલાવાને રોકી શકાય છે અને પાકને સુરક્ષિત રાખી શકાય છે. 👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0
અન્ય લેખો