ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળ છે તો છાંટો દવા!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળ છે તો છાંટો દવા!
🐛 આ પાકમાં આ એક જ ઇયળ આવે છે અને તેનાથી મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. 🐛 પ્લાસ્ટિક મલ્ચીંગનો ઉપયોગ કરીને ખેતી કરી હોય તો આનો ઉપદ્રવ સરવાળે ઓછો રહે છે. 🐛 ટામેટીના ખેતરની નજીક જો ભીંડાનું ખેતર હોય તો ઉપદ્રવ વધારે રહેશે. 🐛 વિણી વખતે નુકસાન થયેલ ફળ અગલ તારવી લઈ તેમનો વ્યવસ્થિત નિકાલ કરવો. 🐛 દરેક વિણી વખતે ઉપદ્રવ વધતો જણાય તો ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૮ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રિન ૫ ઇસી દવા ૮ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી ૮ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
2
અન્ય લેખો