ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટાના પાકમાં પાન કોરિયાનો પ્રશ્ન અને તેનું નિયંત્રણ
👉પાન કોરિયાની માદા માખી પાનની પેશીઓમાં ઇંડા મૂકે છે, જેનાથી ઈયળ ઉદ્ભવતી હોય છે. આ ઈયળ પાનના બે પડ વચ્ચે રહીને પાનના લીલા ભાગને સર્પાકાર રીતે ખાઈ જાય છે. આ કારણે પાન પર સર્પાકાર લીટાઓ દેખાય છે અને છોડના વિકાસ પર માઠી અસર થાય છે. જો આ ઉપદ્રવ વધુ પ્રમાણમાં થાય તો પાન સુકાઈ જતાં હોય છે, જેના કારણે ઉત્પાદન ઘટે છે અને ખેડૂતને આર્થિક નુકસાન થાય છે.
👉આ જીવાતના સચોટ નિયંત્રણ માટે કેટલાંક અસરકારક પગલાં લઈ શકાય છે. પાનના પ્રથમ લક્ષણો દેખાય તે સમયે જ નિયંત્રણ શરૂ કરવું જરૂરી છે. નીમ ઓઈલ (10000 PPM) નો 15 મી.લિ. દવા દીઠ પંપ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. નીમ ઓઈલ એક પ્રાકૃતિક વિકલ્પ છે, જે ઈયળના વિકાસને અટકાવે છે અને છોડને સુરક્ષિત રાખે છે.
👉સાથે જ, નુકસાની થતી પાંદડાઓને દૂર કરવાથી જીવાતની વસ્તી ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત, પાક પર નિયમિત નજર રાખવી અને યોગ્ય દવાઓનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ઉપર માઠી અસર અટકાવી શકાય છે. આ પ્રક્રિયાઓથી પાકની ગુણવત્તા સુધરીને ઉત્પાદન વધારી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!