ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટાના પાકમાં પાછોતરા સુકારા નું નિયંત્રણ!
🍅ટામેટાના પાકમાં પાછોતરો સુકારોની સીધી અસર ફળની ગુણવત્તા અને ઉત્પાદન પર થાય છે.
🍅આ રોગ ફાયટોફથોરા નામની ફૂગથી ફેલાય છે.
🍅આ રોગની શરૂઆત પાન ઉપર પાણી પોચા ભૂરા ટપકાં જોવા મળે છે.
🍅સમય જતા આ ટપકાં આખા પાન ઉપર ફેલાઈ જાય છે જેથી પાન સુકાઈ જાય છે.
🍅અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતા પાક દજાઈ ગયો તેમ દેખાય છે.
🍅પાકમાંથી તીવ્ર વાસ આવે છે. સાથે ફળ ઉપર પણ અસર પડે છે.
🍅આ રોગના સચોટ નિયંત્રણ માટે પનાકા એમ 45 (મેન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 20 મિલી પ્રતિ પંપ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ અને ફૂલ-ફાલ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..