ટમેટા પાકમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે છોડનો ટેકો આપવો જરૂરી છે. આ માટે, ટામેટા પાકને સપોર્ટ એટલે કે મંડપ પધ્ધતિ થી ટેકો આપવો જોઈએ. મંડપ ટેકા પધ્ધતિનો ઉપયોગ કરવાથી ફળ જમીનને અડકતાં નથી જેથી ફળ બગડતાં નહીં અને છોડ પણ એકસરખી રીતે વધે અને મહત્તમ ઉપજ મળે. ઉપરાંત, પાકને ઉપર બાંધવાથી હવાની અવરજવર સારી રહે છે અને દવાઓનો છંટકાવ કરવો પણ સરળ બને છે.
વિડીયો સંદર્ભ: એગ્રોબોય
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.