કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ટામેટાંની બે હાઈબ્રિડ જાતો તૈયાર કરી
બેંગલુરુ: ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા (આઈઆઈએચઆર), બેંગ્લોરૂએ ટામેટાંની 2 હાઈબ્રિડ જાતો વિકસાવી છે. ખાસ કરીને પ્રોસેસિંગ ઉદ્યોગ માટે તૈયાર કરવામાં આવેલ હાઈબ્રિડ ટામેટાં,અર્કા અપેક્સા અને અર્કા વ્યજંન રોગ પ્રતિરોધક છે.
આઈઆઈએચઆરના સંશોધકોની ટીમનું નેતૃત્વ કરનાર એ.ટી. સદાશિવના જણાવ્યા અનુસાર, 'આ પહેલીવાર છે જ્યારે પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ટામેટાંની એક હાઈબ્રિડ જાતનો વિકાસ કરવામાં આવ્યો છે.' સદાશિવના કહેવા પ્રમાણે, આ જાતનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 50 ટન લઈ શકાય છે. જો તે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સિંચાઈ કરવામાં આવે તો તે પ્રતિ હેક્ટર 100 ટન જેટલું ઉત્પાદન કરે તેવી સંભાવના છે. હાલનાં હાઈબ્રિડ ટામેટાં પ્રતિ હેક્ટરમાં ઓછામાં ઓછું 40 ટનનું ઉત્પાદન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુ ઉપજથી ઉત્પાદકોના વાવેતર ખર્ચમાં ઘટાડો થશે. આ ઉપરાંત નવી હાઈબ્રિડ ટામેટાં પાનનો વાયરસ, બેક્ટેરિયલ વિલ્ટ(સુકારો) અને પ્રારંભિક બ્લાઇટ(શરુવાતના પાન પર ટપકાં) જેવા રોગો સામે પ્રતિરોધક છે, જે ખેડૂતોને પાકમાં છંટકાવની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે.તેમાં કુલ દ્રાવ્ય ઘન (ટીએસએસ) 10 ટકા વધારે છે. સાથે લાઇકોપીન જે ટામેટાંને રંગ આપે છે હાલના હાઈબ્રિડ કરતા લગભગ 25 થી 30 ટકા વધારે છે. સંદર્ભ- કૃષિ જાગરણ, 28 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
449
0
અન્ય લેખો