AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટનલ ફાર્મિંગ અનોખી ખેતી પદ્ધતિ !
નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
ટનલ ફાર્મિંગ અનોખી ખેતી પદ્ધતિ !
અત્યાર સુધી તમે ઘણા પ્રકારની ખેતી વિશે સાંભળ્યું જ હશે પરંતુ આજે આપણે ટનલ ફાર્મિંગ વિષે જાણીશું અને આ પદ્ધતિથી કેવી રીતે ખેડૂતો આવકમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે. ટનલ ફાર્મિંગ શું છે ? કુદરતી સમય પહેલા કે પછી પાકને સફળતાપૂર્વક ઉગાડવાની અને સારી ઉપજ મેળવવાની ટેક્નોલોજીને ઑફ-સિઝન ફાર્મિંગ કહેવામાં આવે છે. તે વહેલું વાવણી અથવા મોડી વાવણી હોઈ શકે છે. આ સંદર્ભે શિયાળાના તડકામાં પોલીથીન શીટના આચ્છાદન હેઠળ ઉનાળુ શાકભાજી ઉગાડવામાં આવે છે અને વહેલી પાક મેળવવા માટે કૃત્રિમ રીતે ગરમી આપવામાં આવે છે. અને આ ટેક્નોલોજીને ટનલ ફાર્મિંગ કહેવામાં આવે છે. માટીની પસંદગી : સારી વાયુયુક્ત રેતાળ ચીકણી જમીન શાકભાજીની ખેતી માટે શ્રેષ્ઠ છે. જમીનનો pH આશરે 6-7 હોવો જોઈએ અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ 5-10% ની વચ્ચે હોવું જોઈએ. જગ્યાની પસંદગી : સારી જગ્યાની અમુક ખાસિયતો હોય છે જેમ કે તે રસ્તાની નજીક હોય, પાણીની ઉપલબ્ધતા હોય, પ્રાણીઓથી મુક્ત હોય, તેની આસપાસ લઘુત્તમ વૃક્ષો હોય, રાહદારી માર્ગથી થોડે દુર હોય જ્યાંથી તેની જરૂર જણાયે સરળતાથી ધ્યાન રાખી શકાય. માળખું : આ ખેડૂતના બજેટ પર આધાર રાખે છે. જો કે, U (યુ)આકાર અને ઊંધા વી (V ) પ્રકારનું ટનલ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેઓ પવન અને વરસાદથી થતા નુકસાન સામે સારી ટકાવ હોય છે. સંદર્ભ : TV 9 ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
1