ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૈવિક નિયંત્રકોનું અભ્યારણ વિષે જાણો અને અપનાવો
• ખેડૂતો મોટે ભાગે જીવાત નિયંત્રણ માટે રાસાયણિક દવાઓ ઉપર આધાર રાખતા હોય છે. • જંતુનાશકોના સતત વપરાશથી પાક ઉપર રહેતા જીવાતોના પરભક્ષી/ પરજીવી કિટકોની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. • કુદરતી જૈવિક કિટકો જીવાતની ઇંડા, ઇયળ કે કોશેટા ઉપર નભતા હોય છે, જેથી તેમની હાજરી અને વસ્તી જાળવી રાખવા માટે જીવાતની આ અવસ્થાઓની જરુરિયાત રહે છે જે ખેડૂતો આડેધડ દવાના છંટકાવથી મારી નાંખતા હોય છે. • આ માટે ખેતરમાં એક બાજુ આવા પરજીવી-પરભક્ષી કિટકો માટે વિવિધ પાકો ઉછેરવા કે જેને “જૈવિક અભ્યારણ” કહેવામાં આવે છે. • કુદરતી જૈવિક નિયંત્રકોની પ્રયોગશાળામાં ઉછેરવાથી અમૂક સમય પછી તેમની ઇંડા મૂકવાની ક્ષમતા તેમજ બીજી કેટલીક જનિનીક લાક્ષણિકતા ઓછી થતી જાય ત્યારે આવા અભ્યારણમાંથી જૈવિક નિયંત્રકો લાવીને પ્રયોગશાળામાં ઉછેર કરી ફરી ખેડૂતોને પૂરા પાડી શકાય છે. • કેટલી જગ્યામાં બનાવવું તે ખેતર કેટલું મોટું છે તેના ઉપર આધાર રાખે છે. જો આપનું ખેતર એક હેક્ટર એટલે કે ૨.૫ એકરનું હોય તો ઓછામાં ઓછું એક કે બે ગુંઠામાં અભ્યારણ બનાવવું જોઇએ. • આ અભ્યારણમાં જે તે વિસ્તારને અનુલક્ષીને પાકની પસંદગી કરવી. • મોટે ભાગે આ અભ્યારણમાં મકાઇ, રજકો, બીડી તમાકુ, હાઇબ્રીડ કપાસ, ગલગોટા (હજારી), ચોળા, કોસીન્દ્રો (કુવાડીયો), લેન્ટેના, નેપીયર ઘાસ, ઝીનીયા જેવા પાકોની પસંદગી કરવી. • આ અભ્યારણમાં દરેક પાકને લગતા ખેતી કાર્યો નિયમિત કરવા પણ કદાપી તેમના ઉપર કોઇ પણ જતુંનાશકોનો છંટકાવ કરવો નહિ.
• આ નાના પાયે બનાવેલ કુદરતી અભ્યારણમાં પાક ઉત્પાદનનો આગ્રહ રાખવો નહિ. આ અભ્યારણ પરભક્ષી અને પરજીવી કિટકો માટે જ છે. • ખેતરમાં ભારે ઝેરી જંતુનાશકોના છંટકાવ સમયે કેટલાક જૈવિક નિયંત્રકો આશ્રય પણ મેળવે છે. • આવા અભ્યારણને લીધે લેડી બર્ડ બીટલ, ક્રાયસોપર્લા, ટ્રાયકોગ્રામા, જીઓકોરીશ, કરોળિયા, બ્રેકોન પરજીવી, સીરફીડ ફ્લાય જેવા જૈવિક નિયંત્રકોની વસ્તી જળવાઇ રહે છે. • અભ્યારણમાં વાવેલ મકાઇ, કોસમોસ જેવા છોડ પરજીવી કિટકના પુખ્ત કિટકોને જરુરી મધુરસ (નેક્ટર) પુરો પાડે છે અને તેમને ખાવાનું મળી રહે છે. • આવા અભ્યારણ ખેતરમાં કે ખેતરની બાજુમાં આવેલ પડતર જમીનમાં પણ બનાવી શકાય. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
26
0
અન્ય લેખો