AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતી માટે ની પદ્ધતિ બીજ માવજત:
જૈવિક ખેતીકૃષિજીવન
જૈવિક ખેતી માટે ની પદ્ધતિ બીજ માવજત:
નાઇટ્રોજનયુક્ત બેક્ટેરિયા ખાતર માટે કઠોળ જેમ કે: મગ, અડદ, ચણા, મઠ વગેરે રાઈઝોબિયમ કલ્ચર થી અને અનાજ પાકો માટે એઝેટોબેક્ટર / એઝોસ્પીરીલીયમ કલ્ચર થી માવજત કરો. જમીનમાં રહેલ ફોસ્ફરસ પાકને ઉપલબ્ધ કરાવવા માટે PSB કલ્ચર નો ઉપયોગ કરવો. હેક્ટર દીઠ 3 પેકેટ કલ્ચરનો ઉપયોગ કરવો. 1 થી 2 લિટર પાણીમાં 200 થી 300 ગ્રામ ગોળ મિક્ષ કરી ગરમ કરીને દ્વાવણ બનાવો અને તેમાં કલ્ચરના 3 પેકેટ ઉમેરો. તૈયાર દ્વાવણ ઠંડુ થયા પછી તેને બીજ પર છાંટો અને ધીમેથી ભેળવો અને પછી તેને છાયામાં સૂકવો. જમીન ઉપચાર - વાવણી કરતા પહેલા જમીનમાં ટ્રાઇકોડર્મા જમીનમાં ઉમેરો. આ માટે 2.5 કિલો ટ્રાઇકોડર્મા પાવડરને 500 કિલો ગાયના છાશમાં મિક્સ કરીને તેને 10-15 દિવસ માટે છાયામાં રાખો. વાવણી સમયે તૈયાર થયેલ એક હેકટર જમીનમાં આ ખાતરને ભેળવીને વાવો. ઉધઈ ના નિયંત્રણ માટે છેલ્લી ખેડ સમયે 125 કિલો એરંડી ખોળ અથવા 150 કિલો લીંબોળી ખોળ પ્રતિ વિધા મુજબ ઉપયોગ કરો. એરંડી ખોળ ખેતર માં સુધુ જ આપતાં જલ્દી થી વિઘટન થતો નથી તેથી તેને ખેતરમાં નાખતાં ના અડધો કલાક પહેલાં પાણીમાં પલાળી અને પછી પાઉડર સ્વરૂપમાં ખેતરમાં નાખો. સંદર્ભ: કૃષિ જીવન જૈવિક ખેતીની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
84
1