હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
જૂન અને જુલાઇમાં સારો વરસાદ
🌧️ફરી એકવાર ગુજરાત પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતની ધરતી પર આકાશથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના માથે આવીને વાવાઝોડાનું જોખમ ઉભું છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. સાથે જ જુલાઇમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
🌧️અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં પહેલો વરસાદ અને રોહિણી નક્ષત્રનો યોગ હોવાનું જણાવ્યુ હતું. ગુજરાતમાં સાનુકૂળ સંજોગો રહેશે તો દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થશે. 17 થી 20 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ શરૂ થવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.
🌧️અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઇના પ્રથમ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લેશે. હાલમાં વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ જૂન અને જુલાઇમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે અંબાલાલે ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. વાવાઝોડાની વાત આવે તો જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે તેમ અંબાલાલનું કહેવું છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદઃ
🌧️ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
👉સંદર્ભ :- Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો