AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૂના ખાતા ને જનધન યોજનામાં કરો ટ્રાન્સફર અને 10 સુવિધાનો લાભ મેળવો !
સમાચારએગ્રોસ્ટાર
જૂના ખાતા ને જનધન યોજનામાં કરો ટ્રાન્સફર અને 10 સુવિધાનો લાભ મેળવો !
⭐ જન ધન ખાતા યોજના એ સરકારની એક યોજના છે, જન ધન યોજના હેઠળ અનેક પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ એવી સુવિધાઓ છે જેના માટે તમારે બેંકને મોટી ફી ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા કોઈ પણ જુના બેંક ખાતાને જનધન યોજના માં ટ્રાન્સફર કરો છો, તો તમને પણ આ સુવિધાઓ મળવાનું શરુ થઇ જશે. ⭐તમારી પાસે બચત ખાતું છે જે તમે ચલાવવામાં અસમર્થ હોવાનું અનુભવો છો. જો તેનું મિનિમમ બેલેન્સ ભારે પડી રહ્યું છે. તો તમે તેને જન ધન યોજનામાં ટ્રાન્સફર કરી શકો છો, એની સાથે તમને ઘણી સુવિધાઓ મફતમાં મળવા લાગશે. તમારી પાસે જે જૂની બેંકનું રૂપે કાર્ડ હોવું જોઈએ. રૂપે કાર્ડ રાખવાથી તમને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાઈફ કવર અને અકસ્માત વીમાનો લાભ સરળતાથી મળશે. એકાઉન્ટ ટ્રાન્સફર પર ઓવરડ્રાફટ સુવિધા પણ ઉપલબ્ધ થશે. જો કે એકાઉન્ટ કાર્યરત છે અને તેના પર લોનનું કોઈ ડિફોલ્ટ ન હોવું જોઈએ. • જનધન યોજનામાં પરિવારના બે સભ્યો ઝીરો બેલેન્સ ખાતું ખોલાવી શકે છે. • જન ધન ખાતામાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા પર કોઇ ચાર્જ લાગશે નહીં. • નિઃશુલ્ક બેલેન્સ ચેક કરી શકાય છે. • ફંડ ટ્રાન્સફર કોઈપણ શુલ્ક વગર • કોઇપણ શુલ્ક વિના મોબાઇલ બેંકિંગ સુવિધા ઉપલબ્ધ છે તમને ફ્રી માં મિની સ્ટેટમેન્ટ મળશે. • નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ યોજના હેઠળ ચલાવવામાં આવે છે જેમાં વ્યક્તિ રોકાણ વિશે શીખી શકે છે. • જન ધન ખાતા સાથે 30,000 રૂપિયાનું મફત લાઇફ કવર મળે છે. • જન ધન ખાતા સાથે તમને 1 લાખ રૂપિયાનો મફત અકસ્માત વીમો મળે છે. • જન ધન ખોલ્યા પછી જો તમે પણ બચત ખાતું ખોલવા માંગો છો પરંતુ તેના માટે કોઇ દસ્તાવેજ નથી, તો પણ તમે બચત ખાતું ખોલી શકો છો . ⭐ જન ધન યોજનામાં ખોલવામાં આવેલા ખાતા પર 1 લાખનો અકસ્માત વીમો છે, આ માટે કોઈ ફી ચુકવવાની નથી. આ વીમાનું પ્રીમિયમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા જમા કરવામાં આવે છે, હાલમાં રૂપે કાર્ડ પર 0.47 પૈસાનું પ્રીમિયમ વસુલવામાં આવે છે. ખાસ વાત જો પતિ પત્ની એ સયુંકત રીતે જન ધન ખાતું ખોલાવ્યું હોય તો બંનેને 1 લાખ ના અકસ્માત વીમા અને 30 હજાર રૂપિયાના જીવન વીમાનો લાભ મળે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
5
અન્ય લેખો