AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૂનાગઢ કૃષિ યુનિ. ની આગાહી, જાણો કેવો રહેશે વરસાદ ?
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
જૂનાગઢ કૃષિ યુનિ. ની આગાહી, જાણો કેવો રહેશે વરસાદ ?
🌦 ખગોળ વિજ્ઞાન, જયોતિષ શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર અને વૃક્ષોમાં ફુલ આવવાની પ્રક્રીયાનું અવલોકનના આધારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે અને કેવો વરસાદ પડશે તેની અગાહી કરવામા આવી હતી. 🌦 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોના મંતવ્યો મંગાવી તેના પરથી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. ફળ ફુલના આધારે આગાહી કરનાર મોહનભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસુ વિચિત્ર જૉવા મળી રહ્યુ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 આની વરસાદ થાય તો અન્ય વિસ્તારોમાં 5 કે 8 આની વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે ફળ ફુલ અને આકાશી નજારો જોતા 15 જૂન બાદ ચોમાસુ સક્રીય બને તેમ આગાહી કરી હતી. 🌦 પોરબંદરના ભીમાભાઇ એ પશુ પક્ષીના આધારે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે 15 થી 18 જૂન બાદ વાવણી થશે અને જૂન અને જુલાઇમાં બે વાર એવી સક્રીય સિસ્ટમ ઉભી થશે. જેનાં કારણે સારા પ્રમાણમાં વરસાદ જૉવા મળશે. 🌦 ભેંસાણના હસમુખ ભાઈ છેલ્લા 25 વર્ષથી ગ્રહોના આધારે આગાહી કરે છે. જેમાં આ વર્ષે દેશમાં 10 % વરસાદ ઓછો થશે, જયારે ગુજરાતમાં 15 % વરસાદની ઘટ જોવાં મળશે અને સૌરાષ્ટ્રમાં 100 % વરસાદ જોવા મળશે તેની સાથે દરીયા કિનારાના જિલ્લામાં સારો વરસાદ પડશે અને દેશમાં સાર્વત્રિક વરસાદ જુલાઈમાં શરૂ થશે, જયારે જૂના મહીનામાં છૂટોછવાયો વરસાદ જોવાં મળશે અને નવરાત્રી સુધી વરસાદ જોવા મળશે અને ત્યારબાદ ચોમાસું પૂર્ણ થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
75
6