એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જૂઓ, આપે કરેલ તડબૂચના નાના છોડવા ઉપર લીફ માઇનર છે કે કેમ?
🍉 આપે ઉનાળુ તડબૂચ કર્યા જ હશે અને તે હાલ વિકાસના તબ્બકામાં હશે. આની ઇયળ પાનમાં રહી આડા-અવળા બુગદા બનાવીને નુકસાન કરતી હોય છે.
🍉 નાના છોડવાના પાન ઉપર અસંખ્ય સર્પાકારે લીસોટા પડવાથી છોડનો વિકાસ અટકે છે.
🍉 આ જીવાતનો ઉપદ્રવ માર્ચ અને એપ્રિલ દરમ્યાન સવિષેશ રહેતો હોય છે.
☁ ગરમ હવામાન અને હવામાં બાષ્પ દબાણ આ જીવાતને વધારે માફક આવતો હોય છે.
🍉આણંદ કૃષિ યુનિ.ની સને ૨૦૧૯માં થયેલ એક ભલામણ અનૂંસાર આ પાનકોરિયાના અસરકારક નિયંત્રણ માટે સાયન્ટ્રાનિલિપ્રોલ 10 ઓડી દવા 18 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ વાવણી પછી 40 દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના 15 દિવસ પછી કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.