AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુવારના કણસલા કોરી ખાનાર લીલી ઈયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જુવારના કણસલા કોરી ખાનાર લીલી ઈયળ !
ઈંડાંમાંથી નીકળેલી ઈયળ કણસલામાં વિકસતા દૂધિયા દાણા ખાય છે. નુકસાન પામેલ કણસલુ સફેદ રંગનુ અને અર્ધ ખાધેલુ દેખાય છે. કણસલામાં હગાર પણ જોવા મળે છે. પાકની કણસલા અવસ્‍થાએ રાત્રિના સમયે એક પ્રકાશ પિંજર/હે ગોઠવવું. લીલી ઈયળ માટેના પાંચ ફેરોમોન ટ્રેપ/હે મૂકવા. હાલમાં આ જીવાત માટે કોઇ દવા ભલામણ કરેલ નથી માટે લીલી ઈયળનું એનપીવી (૮×૧૦૧૦પી.ઓ.બી.) ૨૫૦ ઈયળ એકમ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી કણસલા પર છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0