AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુનાગઢના આ ખેડૂતે કરી ગજબ ઔષધીની ખેતી, કરશે લાખોની કમાણી !
કૃષિ વાર્તાન્યૂઝ18 ગુજરાતી
જુનાગઢના આ ખેડૂતે કરી ગજબ ઔષધીની ખેતી, કરશે લાખોની કમાણી !
ખેડૂતો હવે ખેતીમાં અવનવા પ્રયોગ કરી સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. જુનાગઢ તાલુકાના ચોકલી ગામના ખેડૂતે શક્તિ વર્ધક શતાવરી નામની ઔષધીનું ઓર્ગેનિક વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવ્યું છે. સામાન્ય રીતે જંગલોમાં ઉગી નીકળતી શતાવરીની ગુજરાતમાં કદાચિત પ્રથમવાર કોઈ ખેડૂત દ્વારા ખેતી કરવામાં આવી છે. ચોકલી ગામના ખેડૂતે શક્તિવર્ધક ઔષધી શતાવરીનું સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી સફળ ઉત્પાદન કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. ચોકલી ગામના હરસુખભાઈ ગજેરા પોતે ઔષધીઓના જાણકાર છે અને તે પોતાની ખેતીમાં અવનવા પ્રયોગ કરે છે. આજ થી બે વર્ષ પહેલા પોતાના ખેતરમાં ખૂબ ઉપયોગી એવી શતાવરી નામની ઔષધીનું વાવેતર કર્યું હતું. આજે તેમને ખુબ સારું પરિણામ મળ્યું છે. હરસુખભાઈએ નેપાળથી 18 હજાર રોપા મંગાવયા અને એક રોપાની પડતર 11 રૂપિયા થઇ અને પોતાના ત્રણ વીઘામાં વાવેતર કર્યું હતું. વાવેતર સમયે અંદાજીત 2 લાખનો ખર્ચ થયો હતો અને છોડને પણ રાસાયણીક દવાને બદલે અર્કનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ ઓર્ગેનિક શતાવરીનું ઉત્પાદન છે. જુનાગઢના ચોકલી ગામના ખેડૂત હરસુખભાઈ ગજેરાના જણાવ્યા પ્રમાણે, ચાલુ વર્ષે વરસાદ મોડે સુધી થતા થોડી નુકશાની થઇ છે છતાં 8 હજાર કિલોનું ઉત્પાદન થશે. બજારમાં શતાવરીના એક કિલોના 200થી 250 રૂપિયાનો ભાવ હોય છે. તો શતાવરીની ખેતીને આયુર્વેદ ડોકટરો પણ આવકારી રહયા છે અને શતાવરી મહિલાઓ અને પુરુષો માટે ખુબ ઉત્તમ છે. શતાવરીના ગુણને કારણે બજારમાં પણ સારી માંગ છે. જુનાગઢના એમ .ડી (આયુર્વેદ) વિપુલ મેહતાના જણાવ્યા પ્રમાણે, શતાવરી સંસ્કુર્ત શબ્દ છે તેનું વૈજ્ઞાનિક નામ એસ્પ્યરેગાસ રેસીમોસા છે શતાવરી પિત નાશક છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ ફાયદાકારક છે કારણ કે શતાવરી શક્તિ વર્ધક ઔષધી છે અને ખૂબ બળ આપનારી છે. જુનાગઢના નાયબ ખેતી નિયામક, એમ.એમ કાસ્નોદ્રાના જણાવ્યા પ્રમાણે, શતાવરીનું ઉત્પાદન રાજ્યમાં સહુ પ્રથમ ચોકલી ગામે થયું છે. પોતાના ખેતરમાં શતાવરીનું સફળ ઉત્પાદન કરી આગામી દિવસોમાં હરસુખભાઈ સારું એવું ઉત્પાદન મેળવશે. ચાલુ વર્ષે વરસાદને લઇ થોડી નુકશાની થશે પણ આવતા દિવસોમાં શતાવરીની ખેતીમાં સારું ઉત્પાદન અને ઉપજ પણ મેળવશે. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
3