AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડી દિમાગ ! ખેડૂતે બનાવ્યો દમદાર જુગાડ !
કૃષિ જુગાડદિવ્ય ભાસ્કર
જુગાડી દિમાગ ! ખેડૂતે બનાવ્યો દમદાર જુગાડ !
👉 પેટ્રોલ, ડિઝલના ભાવો આસમાને પહોંચી જતાં ખેડૂતે નદીમાંથી પાણી લેવા માટે ડિઝલ પંપ ના બદલે એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો ઉપયોગ કરીને પાણી લેવાનો જુગાડ કર્યો છે. ધનતેજ ગામના આ શિક્ષીત ખેડૂતે ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે કરેલા જુગાડને જોવા માટે આસપાસના ગામોના ખેડૂતો પ્રભાવિત થઇને તેઓ પણ ડિઝલના બદલે ડિઝલ પમ્પમાં એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો ઉપયોગ કરી પાણી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ગેસ સિલીન્ડરનો ઉપયોગ 👉 સાવલી તાલુકાના ધનતેજ ગામમાં અબ્દુલભાઇ અહેમદમીયાં મકરાણી પરિવાર સાથે રહે છે. અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ખેતી માટે ધનતેજ ગામના ખેડૂતો ગામ પાસેથી પસાર થતી કરડ નદીના પાણીનો ઉપયોગ કરે છે. જેમાં અહેમદભાઇ મકરાણી પણ કરડ નદીના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાંક દિવસોથી ડિઝલના આસમાને પહોંચેલા ભાવોના કારણે ખેડૂતો માટે પિયત ખેતી કરવી મુશ્કેલ થઇ ગઇ છે. મોંઘુ ડિઝલ ખરીદી લાવી ડિઝલ પમ્પથી પાણી મેળવવું ખેડૂતો મુશ્કેલ થઇ ગયું છે. ત્યારે ધનતેજ ગામના ખેડૂતે ડિઝલના બદલે એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો ઉપયોગ કરી ડિઝલ પમ્પ ચલાવી ખેતરો માટે પાણી મેળવવાનું શરૂ કર્યું છે. લાગે છે ફક્ત ત્રીજા ભાગનો ખર્ચ 👉 ખેડૂત અહેમદભાઇ મકરાણીએ જણાવ્યું હતું કે, ડિઝલના વધતા ભાવોને કારણે ખેતરમાં પિયતનો ખર્ચ વધી જતો હોઇ, તથા ડિઝલના ભાવમાં ઘટાડાની કોઇ શકયતા ન દેખાતા આત્મનિર્ભર બની જાત મહેનતે ખેતરમાં સિંચાઈ માટે પાણી મેળવવા ફક્ત ડિઝલ થી ચાલતા મશીન ને એલ.પી.જી સંચાલિત બનાવી ડિઝલ કરતા ત્રીજા ભાગના ખર્ચમાં ખેતરોને પાણી આપીને ખેતી કરવાનું શરૂ કર્યું છે. એક બોટલમાં 24 કલાક મશીન ચાલે 👉 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડિઝલ એન્જિન ચલાવવા માટે ડિઝલ લેવા માટે 15 કીમી દૂર સાવલી અથવા કાલોલ જવુ પડતુ હતુ તેમજ હાલની પરિસ્થિતિમાં ડિઝલના ભાવ ઓછા થવાના કોઇ એંધાણ ન દેખાતા ન હોવાથી પોતે આત્મનિર્ભર બની પોતાના ખેતરોમાં ખેતી પિયતના પાણી પોહચાડવા ડિઝલ એન્જિનને ઓછા ખર્ચે કેવી રીતે ચલાવાય તે દિશામાં મંથન શરૂ કર્યું હતું. રાત દિવસ એક કરી મહામહેનતે સફળતા મળી છે. અગાઉ એક દિવસ ડિઝલ પમ્પથી પાણી ખેંચવા માટે દિવસના રૂપિયા 1500 નો ખર્ચ થતો હતો. હવે એલ.પી.જી.નાં ઈંધણ વડે મશીન ચલાવતા એક બોટલમાં 24 કલાક મશીન ચાલે છે અને ફુલ પ્રેસરમાં પાણીનો પ્રવાહ અવિરત મળી રહ્યો છે. અને ખર્ચ પણ અડધો અડધ એટલે કે, રૂપિયા 750 થી 800 થઇ ગયો છે. અન્ય ખેડૂતોએ પણ આ પદ્ધતિ અપનાવવા તૈયારી કરી 👉 ધનતેજ ગામના રહેવાસી અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત બચુભાઈએ જણાવ્યું હતું કે, ડિઝલના વધી રહેલા ભાવોથી ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ગામ પાસેથી પસાર થતી કરડ નદીમાંથી પાણી લાવવા માટે ખેડૂતો ડિઝલ પમ્પનો ઉપયોગ કરે છે. હવે ડિઝલનો ભાવ વધતા પાણી મોંઘુ પડી રહ્યું છે. ત્યારે અમારા ગામના ખેડૂત અહેમદભાઇ મકરાણીએ ડિઝલના વધતા ભાવ સામે ડિઝલ પમ્પ ચલાવવા માટે એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો ઉપયોગ કરીને જે રીતે રસ્તો કાઢ્યો છે. તે ખરેખર ખેડૂતો માટે આશિર્વાદરૂપ પુરવાર થયો છે. અમે તેઓએ કેવી રીતે ડિઝલ પમ્પને એલ.પી.જી. ગેસ સિલીન્ડર જોડીને ચાલુ કર્યો તે જોવા માટે આવ્યા છે. અને અમે પણ અમારા ડિઝલ પમ્પમાં એલ.પી.જી. ગેસ સિલીન્ડર જોડીને ડિઝલ પમ્પ ચાલુ કરીને પાણી લઇ ખેતી કરવા માટે વિચારણા કરી રહ્યા છે. 👉 મશીન દ્વારા દ્રાવ્ય ખાતર ખેતર માં પહોંચાડવાનો સરળ ઉપાય જાણવા માટે આ વિડીયો જુઓ 👉https://youtu.be/qBUesXNF71c 👉 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
62
3
અન્ય લેખો