AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીવાત નિયંત્રણ માટે લીમડાનો અર્ક તૈયાર કરવાની રીત
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીવાત નિયંત્રણ માટે લીમડાનો અર્ક તૈયાર કરવાની રીત
લીમડાનો અર્ક પાક માટે ખૂબ જ સસ્તી જંતુનાશક દવા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે જીવાત નિયંત્રણ માટે થાય છે. દરેક પાક જેવાકે શાકભાજી, અનાજ, કઠોળ, કપાસ જેવા અન્ય બધા પાકોમાં જંતુનાશક દવા તરીકે ઉપયોગ થાય છે. લીમડાનો અર્ક નીકાળવાની રીત: જો લીમડાના બીજ ઉપલબ્ધ ન હોય તો બજારમાં ઉપલબ્ધ લીમડાના પાવડરનો ઉપયોગ અર્ક બનાવવા માટે કરી શકાય છે. લીમડોનો અર્ક બનાવવા માટે 5 કિલો લીમડાનો પાઉડર 10 લિટર પાણીમાં રાતભર પ્લાસ્ટિકની ડોલમાં પલાળી રાખો. લીમડાના પાવડરને આખી રાત પલાળ્યા પછી તેને કાળજીપૂર્વક ગાળી લો! લીમડાના અર્કનું સારી રીતે ફિલ્ટર કરેલું મિશ્રણ 100 લિટર પાણીમાં ભેળવી દેવું જોઈએ અને તેને ઢાંકી રાખવું અને છોડ ઉપર છંટકાવ કરવો જોઈએ. લીમડાના અર્કના ફાયદા: 1. સંપૂર્ણ લીમડાનો અર્ક કુદરતી સ્રોતોમાંથી આવે છે, તે સસ્તો અને બનાવવો સરળ છે. 2. નિયમિતપણે લીમડાનો અર્ક 15 દિવસના અંતરાલમાં છાંટવાથી રસ ચૂસક જીવાતોનો પ્રકોપ ઓછો થાય છે. 3. જંતુઓ અને ફુદાના જીવનચક્રમાં, ઇંડા મુકનાર અને રસ ચૂસક જીવાતોનું નિવારણ કરે છે અને ઇંડા આપવાની કુદરતી પ્રક્રિયા પણ પ્રતિબંધિત થઇ જાય છે. 4. સજીવ ખેતીમાં તેનો ઉપયોગ કરવો સરળ છે કારણ કે તેમાં કુદરતી ઘટકો હોય છે અને તેમાં રાસાયણિક તત્વો હોતા નથી. 5. નિકાસ થતી શાકભાજી અને પાકમાં છંટકાવ કરવો ફાયદાકારક છે. 6. જંતુનાશક દવાઓ તેમજ સંકલિત જંતુ વ્યવસ્થાપન પદ્ધતિની સાથે ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. 7. સફેદ માખી, લીલા ચુસીયા, થ્રીપ્સ અને ઈયળને સારી રીતે નિયંત્રિત કરે છે.લીમડાના અર્કને પાકમાં ઈયળ અવસ્થામાં છટકાવ કરવો જોઇએ. સંદર્ભ : શ્રી તુષાર ઉગલે, કૃષિ જંતુનાશક નિષ્ણાત
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
516
1
અન્ય લેખો