કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જીરો રિસ્ક વાળી સુપરહિટ સ્કીમ! જાણો સમગ્ર માહિતી
🏮 પોસ્ટ ઓફિસ યોજનાઓ પર સરકારી ગેરંટી મળે છે. તેથી તેમાં કોઈ રિસ્ક ફેક્ટર નથી. તેમજ રોકાણ પર ગેરંટી રિટર્ન પણ મળે છે. અહીં અમે તમને એવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ કિસાન વિકાસ પત્ર છે.
🏮 જો તમે વધુ જોખમ લઈ શકો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે સુરક્ષિત અને શૂન્ય જોખમી રોકાણ શોધી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (કિસાન વિકાસ પત્ર) વધુ સારો વિકલ્પ બની શકે છે.
🏮 જાણો શું છે કિસાન વિકાસ પત્ર: કિસાન વિકાસ પત્ર એક એવી યોજના છે જેનો સમયગાળો 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનાનો છે. જો તમે 1લી એપ્રિલ 2022 થી 30મી જૂન 2022 સુધી આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ 10 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ જશે. કિસાન વિકાસ પત્ર પર તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 6.9% મળે છે. એટલે કે તેમાં રહેલા જોખમ પ્રમાણે નફો પણ સારો છે.
🏮 અનલિમિટેડ રોકાણ કરી શકો છો: તમે કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટને 1,000 રૂપિયાની ઓછામાં ઓછી રકમથી શરૂ કરી શકો છો તો આ સ્કીમમાં મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. એટલે કે તમે જેટલું ઈચ્છો તેટલું સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની શરૂઆત 1988માં થઈ હતી. ત્યારે તેનો હેતુ ખેડૂતોના રોકાણને ડબલ કરી શકશે. પરંતુ હવે તેને દરેક વ્યક્તિ ખોલી શકે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.