AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુમાં કાળીયો/ કાળી ચરમીનું રોગ વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરુમાં કાળીયો/ કાળી ચરમીનું રોગ વ્યવસ્થાપન
જીરુનું વાવેતર ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ મોટા પાયે ખેતી થાય છે. ખેડૂતોને આ રોગના અટકાવ માટે યોગ્ય પગલાં ભરવામાં ઢીલ કરે તો 3 થી ૪ દિવસમાં આખુ ખેતર રોગગ્રસ્થ થઇ જાય છે અને પાક નિષ્ફળ જવાની પૂરેપુરી શક્યતા રહેતી હોય છે. આ રોગની શરુઆત ૩૦-૩૫ દિવસે થઇ જતી હોય છે. શરુઆતમાં પાન અને ડાળી ઉપર કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે અને સમય જતા આખો છોડ રતાશ પડતા કથ્થાઇ રંગના થઇ સુકાઇ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન: • વાવણી વખતે થાયરમ કે મેન્કોઝેબની બીની માવજત આપવી. • પાકની ફેરબદલી કરતા રહેવું. • રજકા, ઘઉં અને રાયડા જેવા વધુ પાણીની જરુરિયાત વાળા ખેતરની નજીક જીરુનું વાવેતર કરવું નહિ. • પૂખીને વાવેતર કરવા કરતા ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં કરવું. • જીરુના ક્યારા નાના અને સમતલ રાખવા. • વાદળછાયા અને ધુમ્મસવાળા દિવસોમાં પિયત આપવાનું ટાળવું. • વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ કરવો નહિ. • શક્ય હોય તો છાણિયા ખાતરનો વપરાશ વધારે કરવો. • પાક ૩૦-૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૩૫ એસસી ૨૭ ગ્રા અથવા ડાયફેન્કોનાઝોલ ૨૫ ઇસી ૨૫ મિ.લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી (સિક્ષસર/ સાફ) ૧૫ ગ્રા અથવા હેડલાઇન ૧૦ ગ્રા અથવા એઝોક્ષ્યસ્ટ્રોબીન ૨૩ એસસી ૭ મિ.લિ. અથવા ટેબ્યુકોનાઝોલ ૧૦% + સલ્ફર ૬૫% ડબલ્યુજી ૩૦ ગ્રા પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવા. દરેક છંટકાવ વખતે દવા બદલવી. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
778
5
અન્ય લેખો