સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જીરુના પાકમાં ચૂંસિયાંનું નિયંત્રણ
📌ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં ખેડૂતો જીરુનો પાક લઇ અને નિકાસ પણ કરતા હોય છે.
📌નિકાસ દરમ્યાન દવાના અવશેષોને ધ્યાને રાખી કેટલાક ધારાધોરણો પણ નક્કી કરેલ હોય છે.
📌ચૂસિયાં વર્ગની જીવાતોમાં મોલો અને થ્રિપ્સ અગત્યની ગણાતી જીવાત કહી શકાય.
📌ભેજનું વધારે પ્રમાણ, કમોશમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ મોલો જીવાતને નોંતરે છે.
📌સુકું હવામાન (૪૦ થી ૭૦ ટકા ભેજ અને ૨૩ થી ૨૮ અંશ સે.ગ્રે. તાપમાન) થ્રિપ્સને આવકારે છે.
📌 વાવણી હરોળમાં કરી હોય તો આ જીવાતોનું પ્રમાણ ઓછો રહે છે, પૂંખેલ ખેતરમાં સવિષેસ રહે.
📌 થાયોમેથોક્ષામ કે ઇમિડાક્લોપ્રિડ દવાથી બીની માવજત કરેલ ખેતરમાં આ જીવાત ઓછી રહે છે.
📌 છોડ ઉપર હાથ ફેરવવાથી હાથ ચીકણા થાય તો મોલો છે તેમ સમજવું
📌 મોલોના ઉપદ્રવથી છોડવા સહેજ કાળા પણ દેખાશે.
📌છોડ/ ડાળીને સફેદ કોરા કાગળ ઉપર ખંખેરવાથી થ્રિપ્સની જાણકારી મેળવી શકાય.
📌મોલો માટે પીળા ચીકણા જ્યારે થ્રિપ્સ માટે ઘાટા વાદળી ચીકણા ટ્રેપ્સ એકરે ૧૦ પ્રમાણે પાકના ઉગાવા પછી અઠવાડિયે પાકની ઉંચાઇએ ગોઠવી દેવા. આવા ટ્રેપ્સ અઠવાડિયે સાફ કરી ફરી ગ્રીસ લગાડી દેવું.
📌 બાયોપેસ્ટીસાઇડ બ્યુવેરિયા બેઝીઆના ૧.૧૫ ડબલ્યુપી ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ૧૦ દિવસના ગાળે બે છંટકાવ કરવા. પ્રથમ છંટકાવ જીવાત દેખાય ત્યારે કરવો.
📌 નજીકમાં ભીંડા, ટામેટી કે કોબીજ જેવા પાક હશે તો મોલો આવવાની શક્યતા વધારે રહે.
📌 લેડીબર્ડ બીટલ્સ અને ક્રાયસોપર્લા આ જીવાતના દુશ્મનો ગણાય, તેમને સાચવીએ.
📌 ઓર્ગેનિક પગલાં લેવા છતા મોલો કે થ્રીપ્સ કાબૂંમાં ન આવતી હોય તો કાર્બોસલ્ફાન ૨૫ ઇસી દવા ૩૦ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છાંટવી.
📌 મધમાખીની આવન-જાવનને ધ્યાને રાખી દવાના છંટકાવ સાંજના સમયે કરવા.
📌 જો આવી રાસાયણિક દવાનો છંટકાવ કર્યો હોય તો છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચે ૨૯ દિવસનો ગાળો રહે તે જોવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.