AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુંમાં તેજીનો માહોલ, જાણો બજારની ઉથલ-પાથલ !
માર્કેટ સમાચારવ્યાપાર જન્મભૂમિ
જીરુંમાં તેજીનો માહોલ, જાણો બજારની ઉથલ-પાથલ !
🌿 જીરામાં સ્ટોકિસ્ટો ઘરાકીને ટેકે માલ ખાલી કરી રહ્યા છે. જીરામાં આગળ ઉપર બીજુ કોઇ કારણ આવશે તો ભાવ વધવાની વકી છે. ગુજરાતમાં તો વાવેતર ઓછું છે જ. રાજસ્થાનમાં બીકાનેર, જોધપુર, નાગોરમાં જીરાનું વાવેતર ઓછુ થવાના એંધાણ છે. ચાલુ વર્ષે ઇસબૂગૂલ અને રાયડાનું વાવેતર વધે તેવા અહેવાલ છે. વરિયાળીમાં મિક્સીંગ વાળાની ઘરાકી વધતા વધુ ઉપાડ થાય છે. ઊંઝા ગંજ બજારમાં જીરામાં વિતેલા સપ્તાહે પણ ₹25 વધી ગયા હતા. જીરામાં 11 હજાર બોરીની આવકો છે જ્યારે 8થી 10 હજાર બોરીના વેપાર થાય છે. હલકા માલના ₹2750, કોમોડિટી દડાના ₹2950, સારા માલના ₹3000થી 3100 અને બોલ્ડ માલના ₹3250થી 3300 છે. વરિયાળીમાં ત્રણથી ચાર હજાર બોરીના વેપાર છે. તેમાં હલકા માલના ₹1700થી 1800, મીડિયમના ₹1900 અને બેસ્ટ કલર માલના ₹2200થી 2300 અને આબુ રોડના ₹3300થી 3500 ચાલી રહ્યા છે. વરિયાળીમાં ખાસ કરીને હલકા માલમાં છેલ્લા 3-4 મહિનામાં ₹400ની તેજી થઇ છે. તેનું મોટુ કારણ એ છે કે હલકો માલ જીરામાં મિક્સીંગમાં જાય છે. તલમાં આવકો કપાઇ છે. તેમાં 1500થી 2000 હજાર બોરીની આવકો થાય છે તેમજ વેપાર સાડાત્રણથી ચાર હજાર બોરીના છે. સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
5
અન્ય લેખો