AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુંનું વાવેતર સાધારણ ઘટવાની શક્યતા !
બજાર ભાવવ્યાપાર જન્મભૂમિ
જીરુંનું વાવેતર સાધારણ ઘટવાની શક્યતા !
જીરુંના ઉત્પાદનમાં થોડો કાપ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઇસબગુલના ભાવ પણ ઊંચા હોવાથી અને અત્યાર સુધી ₹675ની તેજી થઇ હોવાથી વાવેતર વધવાની શક્યતા છે. ઊંઝામાં વીતેલા સપ્તાહે અનેક કોમોડિટીઓમાં પાંખી આવકો સાથે નરમ કામકાજ રહ્યા હતા. જીરુંમાં હાલમાં દૈનિક ચારથી પાંચ હજાર બોરીની આવક થાય છે. ચાલુ માલના ₹2300થી 2350, મીડિયમ માલના ₹2400થી 2450 અને સારા માલના ₹2500થી 2600 અને બોલ્ડ માલના ₹2700 ચાલી રહ્યા છે. વરિયાળીમાં હાલમાં સ્ટોકના માલના 1200 બોરીના વેપાર થાય છે. હલકા માલના ₹1500, મીડિયમના ₹1600, બેસ્ટ કલરના ₹1700થી 2200 અને આબુરોડના ₹3500થી 4000ના ભાવ ચાલી રહ્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
3
અન્ય લેખો