AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરા માં કયા પ્રકારના સ્ટીકી ટ્રેપ ગોઠવશો?
🧑🏻‍🌾 જે ખેડૂતોએ વાવણી થોડી-ઘણી મોડી કરી હશે તેવા જીરુના પાકમાં મોલો-મશી કે પછી થ્રિપ્સનો ઉપદ્રવ થવાની સંભાવના રહે છે. 🌦️ શિયાળુ ઋતુમાં ક્યારેક વાદળછાયુ વાતાવરણ કે માવઠું થાય તો તેવા દિવસોમાં મોલોનો ઉપદ્રવ વધી શકે છે. ☀️ જ્યારે વધારે પડતા સુકા વાતાવરણમાં થ્રિપ્સ પણ પાક ઉપર હુમલો કરી શકે છે. આ બન્ને જીવાતની મોજણી અને ઉપદ્રવની આગોતરી જાણકારી માટે ખેતરમાં સ્ટીકી ટ્રેપ્સ એકરે ૧૦ની સંખ્યાંમાં અવશ્ય ગોઠવવા. 🟨 મોલો-મશી માટે પીળા ચીકણા ટ્રેપ્સ જ્યારે થ્રિપ્સની જાણકારી માટે વાદળી (બ્લ્યુ) સ્ટીકી ટ્રેપ્સ ગોઠવવાનો આગ્રહ રાખવો. 🟨 આવા ટ્રેપ્સ છોડની ઉંચાઇથી એકાદ ફૂટ ઉપર રહે તે પ્રમાણે ગોઠવવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
11