સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરા ની આધુનિક ખેતી પદ્ધતિ
જીરું એ એવો પાક છે જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જીરાની ખેતી અન્ય ખેતી કરતા વધારે નફાકારક છે. પરંતુ જો, જીરા ની ખેતીમાં હવામાન, બિયારણ, ખાતરો અને સિંચાઈ યોગ્ય રીતે ન જાણીએ તો નુકસાન વેઠવું પડે છે. યોગ્ય જમીન અને આબોહવા: જીરુંની ખેતી તમામ પ્રકારની જમીનમાં થઈ શકે છે, સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી જમીન વધારે માફક આવે છે. જીરા ની વાવણી સમયે તાપમાન 24-28 સેલ્સિયસ હોવું જોઈએ. ઉચ્ચ તાપમાનને લીધે અંકુરણમાં સમસ્યા આવવાની શક્યતા રહે છે. ખેતરની તૈયારી: જીરા નું સારું ઉત્પાદન મેળવવા માટે દાંતી દ્વારા અથવા હળ થી બે કે ત્રણ વાર હલકી ખેડ કરીને જમીન સમતલ કરવી.
વાવણીનો સમય: જીરું વાવવાનો યોગ્ય સમય ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધી યોગ્ય છે. ખાતર વ્યવસ્થાપન: જીરા ના ખેતરમાં પ્રતિ હેક્ટર 8 થી 10 ટન છાણીયું ખાતર, 30 કિલો યુરિયા, 20 કિલો ફોસ્ફરસ (સિંગલ સુપર ખાતર) અને સલ્ફર 90%, 10 -12 કિલોગ્રામ ઉપયોગ કરવો જોઇએ. બીજ દર અને બીજની માવજત: જીરાની વાવણી માટે પ્રતિ હેક્ટરમાં 12-15 કિલો બીજ વાવેતર કરવું જોઈએ. જીરું ને બીજજન્ય રોગ થી બચાવવા માટે વિટાવેક્સ દ્વારા 2.5 -3 ગ્રામ પ્રતિ કિલો બીજ ની માત્ર મુજબ બીજ માવજત કરવી. પિયત: વાવણી પછી તરત જ પિયત આપવું. યાદ રાખો કે પિયત હલકું હોવું જોઈએ અને વાવણીના 7 દિવસ પછી બીજું પિયત કરવું જોઈએ. જીરા ના ફૂલ તબક્કે પિયત ન આપવું. રોગ અને જીવાતો: સુકારો, ભૂકી છારો (પાવડરી મીલ્ડ્યું), મોલો મશી,લીલા તડતડિયા, થ્રીપ્સ વગેરે સમયાંતરે પાકનું નિરીક્ષણ કરીને રોગો અને જીવાતો ને અટકાવી શકાય છે. પાક ની પરિપક્વતા: જીરાની જાત, સ્થાનિય હવામાન, સિંચાઇ વ્યવસ્થા વગેરેના આધારે પાક 90 થી 120 દિવસમાં તૈયાર થી જાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
767
3
અન્ય લેખો