ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જીરામાં મોલોમશી નું સચોટ નિયંત્રણ
🌱હાલના બદલાતા વાતાવરણ ને લીધે જીરુંના પાકમાં મોલો ચુસીયા જીવાતનો પ્રશ્ન જોવા મળે છે. જે પાકમાં અત્યારે ખુબ ભારે નુકશાન કરે છે.ટોચાલો જાણીએ મોલો મશીનું નુકશાન અને નિયંત્રણ વિશે.
🌱મોલો જીવાતના પુખ્ત તેમજ બચ્ચા કુમળી ડાળી,ફૂલ તેમજ બીજ ના ભાગ માંથી રસ ચૂસી ને નુકશાન પહોચાડે છે. વાનસ્પતિક અવસ્થા માં ઉપદ્રવ રહે તો છોડ પીળો પડે છે, વૃદ્ધિ વિકાસ અટકે છે અને નબળો બની જાય છે. અને જો દાણા ની અવસ્થા એ જોવા મળે તો દાણા વજન માં હલકા નાના અને ચીમળાયેલા જણાય છે. મોલો ચીકણો મધ જેવું પ્રવાહી નું ઉત્સર્જન કરતા હોવાથી સમય જતા છોડ પર કાળી ફૂગ લાગે છે.તેથી ઉત્પાદન અને ગુણવતા એમ બને પર માઠી અસર થાય છે.
🌱આ જીવાત ના સચોટ નિયંત્રણ માટે ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 5 ગ્રામ અથવા ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી ) 40 મિલી પ્રતિ પંપ સાથે સારા ફાલ-ફૂલ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ બંને દવા મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!