ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરાની જૈવિક ખેતીમાં મોલો અને થ્રીપ્સનું નિયત્રંણ
ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જીરા નું વાવેતર થયેલ છે. વાતાવરણ અનૂકુળ મળતા જીરામાં ખાસ કરીને મોલો અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળશે. કેટલાક વિસ્તારમાં આમનો ઉપદ્રવ ચાલુ પણ થઇ ગયેલ છે. આ બન્ને જીવાત છોડ ઉપરથી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. જો લાંબો સમય વાદળછાયુ વાતાવરણ રહે તો મોલો ઉપદ્રવની શક્યતા વધી જાય છે. સૂકું વાતાવરણ થ્રીપ્સ માટે અનૂકુળ રહે છે. નુક્સાનથી છોડ પીળા પડી સૂકાઇ જાય છે. આ જીવાતનો ઉપદ્રવ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં સવિષેશ જોવા મળે છે. • મોલો માટે પીળા ચીકણાં ટ્રેપ્સ એકરે ૧૦ ની સંખ્યામાં ગોઠવવા. • પરભક્ષી કિટકો જેવા દાળિયા, ક્રાયસોપર્લા ઇયળ, સીરફીડ ઇયળ મોલોનું ભક્ષણ કરતી હોય છે તેમને સાચવવા. તેમની હાજરી પર્યાપ્ત જણાતી હોય તો દવાના છંટકાવ ટાળવા. • હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફૂગ ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
• લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ • લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧% ઈસી) થી ૪૦ (૦.૧૫% ઈસી) મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા._x000D_ • થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના ૧.૧૫% વેપા (ન્યુનતમ ૨ x ૧૦૬ સીએફયુ પ્રતિ ગ્રામ) ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીનો પ્રથમ છંટકાવ જીવાતની શરુઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો._x000D_ • જીરુમાં મોલો અને થ્રીપ્સનું વનસ્પતિજન્ય દવાઓથી અસરકારક નિયંત્રણ કરવા માટે લીમડાનું તેલ ૧૦૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી અથવા લસણ નો અર્ક ૫% નો પ્રથમ છંટકાવ જીવાત દેખાયાની શરુઆત થયેથી અને બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો. લસણ નો ૫% નો અર્ક બનાવવા માટે ૫૦૦ ગ્રામ લસણ ની કળીઓને જરુરી પાણીમાં લઇ છુંદીને ગાળ્યા બાદ ૧૦ લી પાણીમાં ઓગાળવું._x000D_ _x000D_ સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
66
1
સંબંધિત લેખ