સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરાના પાક માં સંકલિત કીટ નિયત્રંણ !
જીરાનું વાવેતર ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમ જ અન્ય રાજ્યોમાં કેટલાક વિસ્તારમાં થાય છે. આ પાકમાં ફૂલ અવસ્થાએ મોલો તેમ જ વાતાવરણ અનૂકુળ હોય તો થ્રીપ્સનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ વર્ષે કેટલાક વિસ્તારમાં લીલી ઇયળનો પણ ઉપદ્રવ જોવા મળેલ છે. જે ખેતરની પાસેથી કેનાલ જતી હોય કે બાજુના ખેતરમાં વધારે પિયત જોઇતું હોય તેવા પાક જેવા કે ટામેટાં, રીંગણ, ભીંડા વિગેરે કર્યા હોય તો મોલો આવવાની પુરેપુરી શક્યતા રહેલી હોય છે. જીરાને સૂકુ વાતાવરણ માફક આવતું હોવાથી આમાં થ્રીપ્સનો ઉપદ્રવ પણ રહેતો હોય છે. સંકલિત નિયત્રંણ - • પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટેરે ૧૦ પ્રમાણે ગોઠવવા. • મોલો કે થ્રીપ્સની શરુઆત થાય કે તરત જ લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીંબોળીનું તેલ(10000 PPM) 15 મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • ડાળિયા, અને ક્રાયસોપર્લા નામના પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે કીટનાશકોનો છંટકાવ ટાળવો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
12
અન્ય લેખો