સમાચારZee News
જીઓ ના ગ્રાહકો માટે સમાચાર, આ રિચાર્જ પ્લાન મળશે 20% કેશબેક !
🏵️ રિલાયન્સ જીઓ રિચાર્જ કેશબેક ઓફર: ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપની આ જીઓ ઓફર હેઠળ પોતાના કેટલાક રિચાર્જ પ્લાન પર 20% કેશબેક ઓફર કરી રહી છે. જીયો ગ્રાહકોને આ પ્લાનના રિચાર્જ પર 20 ટકા કેશબેક મળશે. જાણો આ પ્લાનની વિગત.
જીઓ 249 પ્લાન :- 250 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનની સાથે રિલાયન્સ જીઓ તરફથી કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો દરરોજ 2જીબી ડેટાની સાથે 28 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે ગ્રાહકોને કુલ 56 જીબી ડેટા મળશે સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. આ રિચાર્જ પેકની સાથે દરરોજ 100 એસએમએસનો પણ ફાયદો ગ્રાહકોને મળે છે.
જીઓ 599 પ્લાન
600 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન સાથે પણ મુકેશ અંબાણીની કંપની 20 ટકા કેશબેક આપી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આ હિસાબે કુલ 168 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળી રહ્યાં છે.
જીઓ 555 પ્લાન: આ જીઓ પ્રીપેડ પ્લાન થી રિચાર્જ કરાવનાર યૂઝર્સને પણ 20 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનારા બેનિફિટની વાત કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા સાથે 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
અન્ય બેનિફિટ્સ:- ઉપર આપેલા બધા જીઓ રિચાર્જ પ્લાન ની સાથે જીઓસિનેમા, જીઓટીવીસિવાય જીયો સિક્યોરિટી, જીયો ન્યૂઝ અને જીયો ક્લાઉડ જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ઝી ન્યુઝ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.