AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જિરેનિયમની ખેતીથી લાખોની કમાણી, એક લીટર તેલનાં 14 હજાર રૂપિયા ભાવ!
નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
જિરેનિયમની ખેતીથી લાખોની કમાણી, એક લીટર તેલનાં 14 હજાર રૂપિયા ભાવ!
👉 ખેડૂતોની સાહસિકતા અને પ્રયોગશીલતા હંમેશા નવા પાકો અને પરિણામો આપે છે. આપણે આજે એક એવા ખેડૂતની વાત કરી રહ્યા છીએ જેઓએ વિદેશમાં થતી જિરેનિયમની ખેતી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. 👉 બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોયણ ગામના ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે તેમના સાત વિધાનાં ખેતરમાં વિદેશમાં થતી જિરેનિયમની ખેતી કરીને લાખોની આવક મેળવી છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ જિરેનિયમનાં ફુલોમાથી તેલ કાઢે છે, જેનાં લિટરનાં લગભગ 14 હજાર જેટલા ભાવ મળી રહ્યા છે. જિરેનિયમની ખેતીની સાથે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવા માટે પ્લાન્ટ પણ બનાવ્યો છે. ગરીબોનું ગુલાબ ગણાય છે જિરેનિયમ 👉 ગરીબોનું ગુલાબ ગણાતું જિરેનિયમ એક પ્રકારનો સુંગધિત છોડ છે. સામાન્ય રીતે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલની આજકાલ બજારમાં ખુબ માગ જોવા મળી રહી છે. જિરેનિયમ ઔષધિ ઉપરાંત અન્ય કામમાં પણ ઉપયોગી બને છે. જિરેનિયમનાં તેલમાંથી ગુલાબ જેવી સુંગધ આવે છે. જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન અને સુંગધિત સાબુ બનાવવા માટે ઉપયોગ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
7