AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જિયોનો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન, જલ્દી થશે લોન્ચ !
સમાચારzee news
જિયોનો એકદમ સસ્તો 4G સ્માર્ટફોન, જલ્દી થશે લોન્ચ !
જિયો પોતાના બજેટ સ્માર્ટફોન 📱 JioPhone Next માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. રિલાયન્સે આ વર્ષની શરૂઆતમાં પોતાની 44મી રિલાયન્સ એજીએમમાં આ ડિવાઈસની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે તે દુનિયાનો સૌથી સસ્તો 4જી સ્માર્ટ ફોન હશે. જે ઈન્ડ્રોઈડના ખાસ વર્ઝન પર ચાલશે. 📱 આ ફોન ગણેશ ચર્તુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. હજુ કિંમત તો નથી જણાવી પરંતુ કહ્યું છે કે આ સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. દાવો કરાઈ રહ્યો છે કે તેની કિંમત 3000ના પ્રાઈસ ટેગની આસપાસ હશે. આ ફોન ક્વોલકોમ 215(Qualcomm 215) સાથે આવશે. જેમાં એન્ટ્રી લેવલનું 1.3GHz પ્રોસેસર હશે. તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે. આ ફોન 2જીબી કે 3 જીબી રેમની સાથે આવી શકે છે. ફોનમાં 16જીબી કે 32જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ અપાઈ શકે છે. ફોનમાં 2,500 mAh ની બેટરી હોઈ શકે છે. Google અને Jio દ્વારા મળીને તૈયાર કરાઈ છે અને તે નાઈટ મોડ, એચડીઆર ઈન્હેન્સમેન્ટ અને સ્નેપચેટ એઆર ફિલ્ટર જેવી સુવિધાઓ સાથે આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
2