AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળ માં નુકસાન કરતી આ ઇયળ વિષે જાણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળ માં નુકસાન કરતી આ ઇયળ વિષે જાણો !
બે-ત્રણ જાતની ઇયળો જામફળના ફળને નુકસાન કરતી જોવા મળે છે. જેમાં દાડમના ફળને અને દિવેલાના ડોડવા કોરી ખાનાર, આ બન્ને ઇયળ જામફળને નુકસાન કરતી હોય છે. ઇયળ ફૂલો ઉપરાંત નાના જામફળના ફળમાં કાણૂં પાડી અંદરનો વિકાસ પામતો ગર્ભ ખાય છે. પાડેલ કાણા દ્વારા સૂક્ષ્મ જીવાણૂંઓ દાખલ થતા ફળને કહોવારો લાગે છે. ફળો જમીન ઉપર ખરી પણ પડતા હોય છે. જ્યાંથી ઇયળ દાખલ થઇ હોય ત્યાંથી ફળ વિકૃત આકારના થઇ જાય છે. ખરી પડેલા ફળો નિયમિત વીણી લઇ નાશ કરવા અને વાડી નિંદામણમૂક્ત રાખવી. વાડીમાં એકાદ પ્રકાશ પિંજર ગોઠવવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
10