AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળમાં નુકસાન કરતી ફળમાખી માટે તુલસી/મિથાઇલ યુજીનોલના  ટ્રેપ જાતે બનાવીને મૂકો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળમાં નુકસાન કરતી ફળમાખી માટે તુલસી/મિથાઇલ યુજીનોલના ટ્રેપ જાતે બનાવીને મૂકો
જામફળમાં ફળમાખીના નુકસાન વિષે આપ જાણતા જ હશો. આ માખી ફળને નુકસાન કરી ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે. ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવારનવાર ઊંડી ખેડ કરવી. બજારમાં ઉપલબ્ધ મિથાઇલ યુજીનોલના પ્લાયવુડ યુક્ત (૨” x ૨”) ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે ૧૬ ની સંખ્યામાં સરખા અતંરે ઝાડની ડાળીએ લટકાવવા._x000D_ _x000D_ આવા ટ્રેપ્સ જાતે બનાવવાની રીત -_x000D_ • મિથાઇલ યુજીનોલ ૨૦ મિ.લિ. + ડાયક્લોરોવોસ ૭૬ ઇસી ૨ થી ૩ ટીપા + ૧ લિટર પાણીના દ્રાવણમાં વાદળીનો ટુકડો જબોળી બે બાજુ ૨.૫ સેં.મી. વ્યાસ ધરાવતા કાણાંવાળી બરણીમાં મુકી ટ્રેપ બનાવવું.
• આવા ૧૬ ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે જમીનથી ૧.૫ મીટરની ઊચાઇએ લટકાવવા. _x000D_ • આ ટ્રેપમાં મિથાઇલ યુજીનોલને બદલે કાળી તુલસીના પાનનો રસ (એક લિટર પાણીમાં ૫૦૦ ગ્રામ કાળી તુલસીના પાનનો રસ) પણ વાપરી શકાય. _x000D_ • આ પ્રમાણે ગોઠવેલ ટ્રેપમાંથી દર ૨ થી ૩ દિવસે પકડાયેલ અને મરી ગયેલ માખીઓનો નિકાલ કરી તેમાં ફરીથી દવા મુકવી._x000D_ • વાડીની ચારે તરફ કાળી તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર ડાયક્લોરોવોસ ૭૬ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો._x000D_ • ગોળ અથવા મોલાસીસ ૪૦૦ ગ્રામ + ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. + ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલી વિષ પ્રલોભિકાના દ્રાવણનો મોટા ફોરે શેઢા-પાળા પરના ઘાસ અને ઝાડ ઊપર સાંજના સમયે છંટકાવ કરવો. ફળ લખોટી જેવડા થાય ત્યારથી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા._x000D_ ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
164
5